Only Gujarat

FEATURED National

એક યુવકને PUBG ગેમ રમવી ભારે પડી, કારણ જાણીને તમે માથું ખંજવાળશો એ નક્કી

ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગવી દીધો છે. જોકે, આ લિસ્ટમાં ટિકટોક બાદ ભારતમાં સૌથી વધારે લોકપ્રિય એપ પબજી મોબાઈલ (PUBG Mobile)નું નામ છે. પરંતુ સોશિયલ મીડિયા પર પબજીને પણ બૅન કરવાની માંગ ઉઠી રહી છે. PUBG પર બૅન લગાવવાની પાછળનું કારણ તેનું ચાઈનીઝ કનેક્શન નહીં પરતું યુવાનોમાં PUBG ગેમ રમવાનો ખૂબ ક્રેઝ જણાવવામાં આવ્યું છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, પબજી રમવાનાં ચક્કરમાં એક 17 વર્ષનાં બાળકે પિતાનાં ખાતામાંથી એક-બે લાખ નહીં પુરા 16 લાખ રૂપિયા ખર્ચ કરી નાંખ્યા છે. આ ઘટના પંજાબનાં ખરડની છે.

એક રિપોર્ટ પ્રમાણે બાળકના પિતાએ આ રૂપિયા મેડિકલ ખર્ચ માટે રાખ્યા હતા જેને તેના દિકરાએ PUBG ગેમ અપગ્રેડ કરવા માટે ખર્ચી નાખ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાળકે તેના મિત્રોના એકાઉન્ટ અપગ્રેડ કરવા માટે પણ રૂપિયા ખર્ચ્યા હતા. બેન્ક એકાઉન્ટના સ્ટેટમેન્ટના આધારે આ માહિતી સામે આવી હતી.

બાળકના પિતા એક સરકારી કર્મચારી છે અને તેમની મેડિકલ હિસ્ટ્રી પણ છે. બાળકના પિતાએ કહ્યું તે તેઓ ઘરથી દૂર નોકરી કરે છે અને તેમનો દિકરો તેની મા સાથે ગામડે રહે છે. બાળકે બધા ટ્રાન્ઝેક્શન તેની માતાના મોબાઈલમાંથી કર્યા હતા.

રિપોર્ટમાં વધારે કહેવામાં આવ્યું છે કે ઘરના લોકોને ભટકાવવા માટે એક મોબાઈલ રિપેરિંગની દુકાને કામ કરવા જતો હતો. જ્યાં તે આખો દિવસ ગેમ રમતો હતો. જો કે તેમના પિતાએ તેને ભણવા માટે પણ ફોન નહોતો ખરીદીને આપ્યો.

જો કે PUBG મોબાઈલ ગેમની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવી ઘણી ઘટના સામે આવી ચુકી છે. ગયા વર્ષે એક બાળક PUBG ગેમ રમવામાં એટલો મગ્ન થઈ ગયો હતો કે પાણી પીવાને જગ્યાએ તે તેજાબ પી ગયો હતો.

આ ઉપરાંત જમ્મું કાશ્મીરમાં PUBG રમવાને કારણે એક યુવકની માનસીક હાલત ખરાબ થઈ ગઈ હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page