Only Gujarat

Bollywood FEATURED

ગર્લફ્રેન્ડ અંકિતા વગર જીવન જીવવાનું વિચારીને ડરી જતો હતો સુશાંત સિંહ રાજપુત પણ…..

મુંબઈઃ સુશાંત સિંહ રાજપુતના નિધન પછી બોલિવૂડમાં ચાલતાં નેપોટિઝ્મ અંગે ભારે ચર્ચા થઈ રહી છે. સુશાંત સિંહના નિધન મામલે કરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી સહિતના લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે સંજય લીલા ભણસાલીને સમન્શ પણ મોકલ્યું છે. આ ઉપરાંત પોલીસે અનેક સેલેબ્સના નિવેદન પણ નોંધ્યા છે. સુશાંત સિંહ રાજપુતના નિધન પછી તેમના ફેન્સ વીડિયો અને ફોટો વીડિયો શેર કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપુત અને અંકિતા લોખંડે વર્ષોથી એક બીજા સાથે રહેતા હતા. જોકે, સુશાંતના ફેન્સને બંને જોડી પસંદ પણ હતી, પણ થોડાં વર્ષ સાથે રહ્યાં પછી સુશાંત અને અંકિતા લોખંડેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

અત્યારે સોશિયલ મીડિયામાં સુશાંત સિંહ રાજપુતનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે સુશાંત અને અંકિતા રિલેશશિપમાં હતા. આ વાઇરલ વીડિયોમાં સુશાંત સિંહ રાજપુત કહે છે કે, ‘અંકિતા મારી સાથે ખૂબ જ ધીરજ અને પ્રેમથી રહેતી હતી. તે મારી સાથે હંમેશા ખુશ રહેતી હતી. તે ખૂબ જ સુંદર છે અને હું તેમને ખૂબ જ પ્રેમ કરું છું. અંકિતા અંગે હું કોઈ ચાન્સ લેવા માગતો નથી. હું અંકિતા સાથે રહેવા માગુ છું.’

સુશાંત સિંહ રાજપુતે વધુમાં કહ્યું કે, ‘મોહબ્બતનો ફરક નથી જીવવા અને મરવામાંનો છે. તેને જોઈને જ જીવું છું, જે કાફિર પર દમ નીકળે. પણ, 6 વર્ષ સુધી સાથે રહ્યા પછી અલગ થઈ ગયા.’ કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંત એટલે અલગ થયાં કેમ કે અંકિતા ટીવી એક્ટ્રસ હતી.

ઘરની નેમપ્લેટમાંથી અંકિતાનું નામ નહોતું હટાવ્યું સુશાંતે
અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપુતના બ્રેકઅપને ઘણાં વર્ષ થઈ ગયા હતાં, પણ સુશાંતના નિધન પછી અંકિતા ખૂબ જ આઘાતમાં છે. અંકિતા સુશાંતના પરિવારને મળવા તેમના ઘરે ગઈ હતી.

અંકિતાના મનમાં સુશાંત માટે એટલી રિસ્પેક્ટ હતી કે આજે પણ તેમના ઘરની નેમપ્લેટમાંથી સુશાંતનું નામ હટાવ્યું નથી. આ વાતની માહિતી સુશાંત અને અંકિતાના દોસ્ત સંદીપ સિંહે આપી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page