Only Gujarat

Bollywood

અબજોપતિ હોવા છતાંય શાહરુખ ખાન હોટલમાં જઈને નથી ચૂકવતો બિલ, જાણો શું છે આની પાછળનું કારણ?

મુંબઈઃ શાહરૂખ ખાન છેલ્લાં બે વર્ષથી એક પણ ફિલ્મમાં જોવા મળ્યો નથી. એટલે ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે મંગળવારે શાહરૂખ ખાને તેમની સાથે વાત કરી. આ દરમિયાન યૂઝર્સે તેમને ઘણાં સવાલ કર્યાં હતાં. તો કિંગ ખાને પણ તેમના સવાલના રસપ્રદ જવાબ આપ્યાં હતાં. શાહરૂખે #ASKSRK સેશન રાખ્યું હતું. જેમાં તે પોતાના કામ, પરિવાર સહિત ઘણાં મુદ્દે ઇન્ટ્રેસ્ટિંગ ચિટચેટ કર્યું હતું. શાહરૂખે જણાવ્યું હતું કે, જ્યારે પણ તે ફ્રેન્ડ સાથે જમવા જાય છે તો તેમનું બિલ તે કેમ આપતો નથી.

આ ચિટચેટ દરમિયાન એક યૂઝરે શાહરૂખ ખાને પૂછ્યું કે, ‘શું નોન ફેમસ ફ્રેન્ડ સાથે તે ડિનર કરવા જાય છે ત્યારે તે બિલ બરાબર વેચે છે અથવા ખુદ પે કરે છે?’ જેના જવાબમાં શાહરૂખ ખાને કહ્યું કે, ‘ફેમસ હોવું અથવા ના હોવાથી કોઈ મતલબ નથી, પણ બિલ તે લોકો જ ચૂકવે છે કેમ કે હું રૂપિયા લઈને જતો નથી.’

આ સેશન દરમિયાન શાહરૂખને કોઈએ સવાલ કર્યો હતો કે, ‘મન્નત (તેમનું ઘર) વેચાઈ રહ્યું છે?’ જેના જવાબમાં શાહરૂખ ખાને રસપ્રદ જવાબ આપ્યો હતો કે, ‘ભાઈ મન્નત વેચાતી નથી સિર જુકાવીને માગવામાં આવે છે… યાદ રાખશો તો લાઇફમાં કંઈકને કંઈક મેળવશો.’

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અત્યારે આઇપીએલ માટે પત્ની અને દીકરા સાથે દુબઈ છે. આ દરમિયાન તેમના ઘણાં ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યાં છે. જેમાં તેમનો બદલાયેલો લુક જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની બે વર્ષથી એક પણ ફિલ્મમાં આવી નથી. તે છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યાં હતાં. જોકે, આ ફિલ્મ સિનેમાઘર અને બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. આ પછી તેમની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી.

આ દરમિયાન તેમના વિશે અફવા ઉડી કે તે જલદી જ કમબેક કરવાના છે. એટાલીની ફિલ્મ અંગે અત્યાર સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી, પણ કહેવામાં આવે છે કે, કિંગ ખાન છેલ્લાં બે વર્ષથી એટલી સાથે કામ કરવા માગે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ શાહરૂખ ખાન ફિલ્મ ‘પઠાણ’ દ્વારા ખૂબ જ ચર્ચામાં રહ્યાં હતાં. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવે છે કે, આ ફિલ્મમાં શાહરૂખ ખાન ફરી એકવાર દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.

આ પછી કથિત રીતે કહેવામાં આવ્યું કે, એસઆરકે રાજકુમાર હિરાણીની સોશિયલ કોમેડી ફિલ્મમાં જોવા મળશે, પણ હવે કહેવામાં આવી રહ્યું છે કે, શાહરૂખ ખાન જલદી જ સાઉથની ફિલ્મોના ફેમસ ડિરેક્ટર એટલીની અપકમિંગ ફિલ્મનો ભાગ હશે.

ઉલ્લેખનીય છે કે, પહેલીવાર એવું નથી કે શાહરૂખ ખાન સ્ક્રીન પર બે રોલ પ્લે કરી રહ્યાં હોય. આ પહેલાં તે 8 વાર ડબલ રોલવાળી ફિલ્મો કરી ચૂક્યાં છે. જેમાં ‘ફેન’, ‘રાવન’, ‘પહેલી’, ‘ઇંગ્લિશ બાબૂ દેશી મેમ’, ‘કરણ-અર્જુન’, ‘ડોન’, ‘ડુપ્લીકેટ’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવી ફિલ્મો સામેલ છે. જો શાહરૂખ ખાન એટલી સાથે કામ કરશે તો આ તેમની 9મી ડબલ રોલવાળી ફિલ્મ હશે.

You cannot copy content of this page