Only Gujarat

Bollywood

આ સ્ટાર્સે તો ફિલ્મી પરિવારની જ દીકરીઓને કર્યો પ્રેમ, આ છે બચ્ચન પરિવારનો જમાઈ

મુંબઈ: હજી પણ કોરોનાનો કહેર યથાવત છે. દુનિયાભરમાં અનેક લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે અને અનેકના મોત પણ થઈ ચૂર્યા છે. ભારતમાં સ્થિતિ એટલી સારી નથી. જો કે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખતા સરકાર અનલૉકની પ્રક્રિયા શરૂ કરી છે. સામાન્ય લોકોની જેમ જ બોલીવુડ સેલેબ્સ પણ જરૂર હોય તો જ ઘરની બહાર નિકળી રહ્યા છે. એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ અને થ્રોબેક ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે અક્ષય કુમાર, અજય દેવગણ અને અભિષેક બચ્ચન સહિતના સેલેબ્સ સાથે જોડાયેલો એક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે. એ સેલેબ્સ જેમનું દિલ મોટા ફિલ્મી પરિવારની છોકરીઓ પર આવ્યું, જેમાંથી કેટલાક લગ્નના બંધનમાં બંધાયા તો કેટલાકના દિલ તૂટી ગયા.

અક્ષય કુમારનું અફેર આમ તો અનેક અભિનેત્રીઓ સાથે રહ્યું પરંતુ આખરે તેણે સુપરસ્ટાર રાજેશ ખન્ની દીકરી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા. તો સૈફ પોતે નવાબી ખાનદાન સાથે સંબંધ ધરાવે છે અને તેના બીજા લગ્ન શૌ મેનના નામથી ફેમસ રાજકપૂરના દીકરા રણધીર કપૂરની દીકરી કરીના કપૂર સાથે થયા છે.

સલમાન ખાનની બહેન અર્પિતાનો હાથ પકડીને આયુષ શર્મા સલીમ ખાનના જમાઈ બની ગયા છે.

અભિષેક બચ્ચન કપૂર ખાનદાનનો જમાઈ બનવાનો હતો. તેની સગાઈ કપૂર ખાનદાનની દીકરી કરિશ્મા કપૂર સાથે થઈ હતી, પરંતુ લગ્ન ન થયા. પછી અભિષેકે ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા.

‘રંગ દે બસંતી’ ફેમ કુણાલ કપૂર અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ બચ્ચનનો જમાઈ છે. તેણે અમિતાભની ભત્રીજી નૈના બચ્ચન સાથે લગ્ન કર્યા છે.

કુમાર ગૌરવે સુનિલ દત્તની દીકરી નમ્રતા દત્ત સાથે લગ્ન કર્યા અને તેઓ દત્ત પરિવારના જમાઈ બન્યા.

કુણાલ ખેમૂએ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા. સોહા નવાબી ખાનદાન સાથે સંબંધ રાખે છે.

અર્જુન કપૂર પણ સલમાન ખાન પરિવારના જમાઈ બનવાના હતા. તેમનું અફેર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે હતું. પરંતુ સંબંધ કેટલાક કારણોથી તૂટી ગયો અને અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કરી લીધા.

અજય દેવગણના અફેરના કિસ્સાઓ પણ ઓછા નથી. તેણે જાણીતા ફિલ્મી ખાનદાનની દીકરી કાજોલ સાથે લગ્ન કર્યા.

એક્ટર-પ્રોડ્યૂસર અતુલ અગ્નિહોત્રીએ પણ સલમાન ખાનની બહેન અલવિરા ખાન સાથે લગ્ન કર્યા હતા.

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ છે ફિલ્મ સ્ટાર અને નિર્માતા ધનુષ.

You cannot copy content of this page