Only Gujarat

Bollywood FEATURED

ભાઈને ન્યાય અપાવવા માટે બહેન લડે છે જંગ, દિલ પર પથ્થર મૂકીને કરે છે આ કામ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનો પરિવાર ન્યાય મેળવવા માટે લડી રહ્યો છે, જેમાં સૌથી મજબૂત સભ્ય તરીકે સામે આવી છે શ્વેતા સિંહ કીર્તિ. શ્વેતા સુશાંતની નાની બહેન છે, જેણે સુશાંતના નિધનની તપાસ મામલે સીબીઆઈ તપાસ કરાવવા માટે સોશિયલ મીડિયા પર કેમ્પેન ચલાવ્યું હતું. શ્વેતાની મહેનત રંગ લાવી અને મહારાષ્ટ્ર-બિહાર પોલીસ પાસેથી કેસ સીબીઆઈ પાસે પહોંચી ગયો. કેસ સીબીઆઈ પાસે પહોંચ્યા બાદ શ્વેતાએ રાહતના શ્વાસ લીધા પરંતુ તેના મતે આ પ્રથમ ડગલું છે. આ ઉપરાંત ભાઈને ન્યાય અપાવવા માટે લાંબી લડાઈ લડવાની છે. ભાઈ માટે ન્યાય મેળવવા માટે લડી રહેલી શ્વેતાના જીવન અંગેના અમુક ફેક્ટ્સ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ.

મલડીહા ગામમા જન્મ થયોઃ 10 નવેમ્બર 1987ના શ્વેતાનો જન્મ બિહારના મલડીહા ગામમાં થયો. તેના પિતાનું નામ કૃષ્ણકાંત સિંહ અને માતાનું નામ ઉષા સિંહ છે. પિતા સરકારી કર્મચારી અને માતા હાઉસવાઈફ હતા અને હાલ હયાત નથી. સુશાંત શ્વેતાનો એકમાત્ર ભાઈ હતો અને તેમની 3 બહેન પણ છે, રાની, પ્રિયંકા અને મીતૂ. શ્વેતાએ પ્રારંભિક સ્કૂલિંગ સેન્ટ કરેન હાઈસ્કૂલ, પટણાથી કર્યું છે.

ફેશન અને મોડલિંગમાં બનાવ્યું કરિયરઃ શ્વેતાને બાળપણથી જ મૉડલિંગ અને ફેશન ક્ષેત્રે રસ રહ્યો છે. આ કારણે તેણે ચેન્નઈની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશનમાં એડમિશન મેળવ્યું તથા ફેશન ડિઝાઈનિંગમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ ધ આર્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેલિફોર્નિયા-સાન ફ્રાન્સિસ્કો જતી રહી, જે પછી તેણે ફેશન અને ડિઝાઈનિંગમાં ધ આર્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેલિફોર્નિયાથી વધુ એક કોર્સ કર્યો. ત્યારબાદ સેન જોસ સ્ટેટ યુનિવર્સિટી, કેલિફોર્નિયાથી જ શ્વેતાએ માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ શ્વેતાએ બ્યૂટી કન્સલ્ટન્ટ તરીકે જાણીતી બ્રાન્ડ લોરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું.

શ્વેતા પછી સેલિબ્રિટી ફેશન લિમિટેડ કંપની સાથે ડિઝાઈનર અને કોર્પોરેટ પ્રેઝેન્ટર તરીકે જોડાઈ. આ ઉપરાંત શ્વેતાએ ફ્રિલાન્સ મૉડલ તરીકે પણ કામ શરૂ કર્યું. હાલ શ્વેતા એક બિઝનેસવુમન બની ચૂકી છે. તેણે બાળકો માટે લિવરમોર, કેલિફોર્નિયામાં એક નર્સરી સ્કૂલ પણ શરૂ કરી છે, જેનું નામ ‘દમારા કિડ્સ’ છે.

અમેરિકામાં જ સ્થાઈ થઈ શ્વેતાઃ શ્વેતાના લગ્ન 20 જૂન 2007ના વિશાલ કીર્તિ સાથે પટણા, બિહારમાં થયા. બંને લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ એકબીજાને જીવનસાથી બનાવવા તૈયાર થયા. વિશાલ કેલિફોર્નિયા સ્થિત બિઝનેસમેન છે અને ઘણા સમયથી ત્યાં જ સ્થાઈ થયેલો છે. વિશાલ અને શ્વેતાના 2 બાળકો એક દીકરો અને એક દીકરી છે. 32 વર્ષીય શ્વેતા બિઝનેસવુમેન બન્યા પહેલા ‘બર્કલે પ્લેહાઉસ’ અને ‘પવિત્ર હલકટ્ટી’ જેવી અન્ય ઘણી સંસ્થાઓ સાથે કામ કરી ચૂકી છે.

You cannot copy content of this page