Only Gujarat

Bollywood

શું સચિનની લાડલીએ પસંદ કરી લીધો છે ‘મનનો માણીગર? અફેરની અફવાઓને ફરી વેગ મળ્યો

મુંબઈઃ કોલકાતા નાઈટ રાઈડર્સના યુવા બેટ્સમેન શુભમન ગિલ અને સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર વચ્ચે અફેર હોવાની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. જોકે આ અફવાઓને ફરી વેગ મળ્યો છે. IPL 2020 દરમિયાન સારાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નાની ક્લિપ શેર કરી છે, જેણે અફવાઓને ફરી વેગ આપ્યો છે, સારાએ શેર કરેલા વીડિયોમાં શુભમન ગિલ મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન સૂર્ય કુમાર યાદવના શૉટને ડાઈવ મારી અટકાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.

આ ક્લિપને સારાએ હાર્ટની ઈમોજી સાથે શેર કરી છે. જેના કારણે બંને વચ્ચેના અફેરની ચર્ચાઓ ફરી આગળ વધી છે. હવે સારાના ઈન્સ્ટા અકાઉન્ટ પર આ પોસ્ટ જોવા મળી રહી નથી પરંતુ ફેન્સે આ સ્ટોરીના સ્ક્રિનશૉટ સેવ કર્યા હતા. જે હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે.

અમુક સમય અગાઉ શુભમન ગિલ અને સારાએ એક જ કેપ્શન સાથે પોત-પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી તસવીરો શેર કરી હતી. પહેલા સારા તેંડુલકરે કેપ્શન ‘આઈ સ્પાઈ’ સાથે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેના અમુક કલાકો બાદ શુભમન ગિલે પણ ‘આઈ સ્પાઈ’ કેપ્શન અને ઈમોજી સાથે પોતાની એક તસવીર શેર કરી હતી.

આઈપીએલ 2020માં શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ઓપનિંગ કરતો જોવા મળશે.

ગત સિઝનમાં તેના વારંવાર બદલાતા બેટિંગ ઓર્ડરને કારણે તે ખાસ પ્રદર્શન ના કરતા શકતા આ વખતે તેને વધુ તક આપવાનો ટીમના કોચે નિર્ણય કર્યો હતો.

You cannot copy content of this page