Only Gujarat

Bollywood FEATURED

ફિલ્મોમાં દમદાર ભૂમિકા ભજવનાર ખૂંખાર વિલનની અંતિમ સમયમાં થઈ ગઈ હતી સાવ આવી હાલત

બોલીવૂડમાં મોગેંબોથી માંડીને શાકાલ સુધી એવા અનેક વિલનની ભૂમિકા ભજવાય છે. જેને આજે પણ લોકો ભૂલી નથી શકતા. આવી દમદાર ભૂમિકા ભજવનાર વિલેનમાંથી એક કિરદાર છે રામી રેડ્ડી. જેનો ડર લોકોમાં આજે પણ કાયમ છે. રામી રેડ્ડીને લોકો તેના ક્રૂર કિરદાર માટે યાદ કરવામાં આવે છે. ફિલ્મ વક્ત હમારા હૈમાં કર્નલ ચિકારાનો રોલ, પ્રતિબંધમાં અન્નાની ભૂમિકા, તેમના યાદગાર કિરદાર છે. 250થી વધુ ફિલ્મમાં શાનદાર દમદાર ભૂમિકા ભજવનાર રામી રેડ્ડીને લિવરની બીમારીએ એવો અટેક કર્યો કે તેની સામે લડી ન શક્યા અને ફરી ક્યારેય ફિલ્મોમાં તેમની વાપસી ન થઇ શકી. વર્ષ 2011માં રામી રેડ્ડીએ અંતમ શ્વાસ લીધા હતા.

લીવરની બીમારીના કારણે રામી રેડ્ડી વધુમાં વધુ સમય ઘરે જ વિતાવતા હતા. બીમારીને કારણે ધીરે ધીરે તે સાર્વજનિક કાર્યક્રમમાં જવાનું પણ ટાળતાં હતા. જો લાંબી બીમારી બાદ એક વખત તે એક ઇવેન્ટમાં જોવા મળ્યાં હતા. જો કે બમારીને કારણે તેમનો એવો હાલ થયો હતો કે તેમને ઓળખવા મુશ્કેલ હતા.

હૃષ્ટપુષ્ટ કદાવર શરીર ધરાવતા રામી રેડ્ડી બીમારીને કારણે સુકલકડી બની ગયા હતા. જ્યારે તે એક તેલુગુ અવોર્ડ ફંકશનમાં પહોંચ્યાં તો લોકો તેમને જોઇને ઓળખી ન શક્યા. લોકો માટે માનવું મુસ્કેલ હતું કે આ સુકલકડી કાયા ધરાવનાર એ જ રામી રેડ્ડી છે જેના દમદાર રોલ આજે પણ લોકોની સ્મૃતિ પર જીવંત છે.

રામી રેડ્ડીને લિવર બાદ કિડનીની બીમારી થઇ. આ ભયંકર બીમારીના કારણે તે મોત પહેલા જાણે હાડપિંજર સમાન બની ગયા હતા. આટલું જ નહીં કહેવાય છે કે, અંતિમ સમયે તેમને કેન્સર પણ થઇ ગયું હતું.

બહુ લાંબા સમય ઇલાજ બાદ 14 એપ્રિલ 2011માં સિંકદરાબાદની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં રામી રેડ્ડીએ અંતિમ શ્વાસ લીધા.

રામી રેડ્ડીની પૂરુ નામ ગંગાસાની રામા રેડ્ડી હતુ, આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લામાં વાલ્મિકીપુરમ ગામમાં તેમનો જન્મ થયો હતો. રામી રેડ્ડીને હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમની ડિગ્રી લીધી હતી.

રામી રેડ્ડીની પૂરુ નામ ગંગાસાની રામા રેડ્ડી હતુ, આંધ્રપ્રદેશના ચિતૂર જિલ્લામાં વાલ્મિકીપુરમ ગામમાં તેમનો જન્મ થયો હતો. રામી રેડ્ડીને હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમની ડિગ્રી લીધી હતી.

રામી રેડ્ડીએ બોલીવૂડી 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું. “વક્ત હમારા હૈ” “પ્રતિબંધ” “એલાન”, “ખુદ્દાર” અંગરક્ષક” ” આંદોલન” ” હકિકત” ” અંગારા” ” રંગબાઝ” “કાલિયા” “લોહા” “ચાંડાલા” “હત્યારા” “ગુંડા” ”દાદ” “જાનવર” કુરબાનિયા” “ક્રોધ” જેવી ફિલ્મો મુખ્ય છે.

સંજય દત્ત અને ગોવિંદાની ફિલ્મ આંદોલનમાં નિભાવેલી ભૂમિકાને આજે પણ લોકો યાદ કરે છે. બાબા નાયકના કિરદારમાં રામારેડ્ડીએ જાણે જાન રેડી દીધી હતી.

રામા રેડ્ડીનો વિલનનો એવી રીતે અદા કરતા કે રિયલ લાઇફમાં પણ લોકો તેનાથી ડરવા લાગ્યા હતા.

You cannot copy content of this page