Only Gujarat

Bollywood

આ છે ધરમપાજીનો 19 વર્ષીય પૌત્ર, પાપા બોબી દેઓલ કરતાં પણ લાગે છે હેન્ડસમ

મુંબઇઃ બોબી દેઓલ અંગે તો લોકો ઘણુ બધુ જાણે છે પરંતુ તેના પરિવાર અને ખાસ કરીને બાળકો અંગે ઘણા ઓછા લોકો જાણે છે. વાસ્તવમાં બોબી પોતાના પરિવારને લાઇમલાઇટથી દૂર રાખે છે. બોબી દેઓલના બે દીકરી છે. મોટા દીકરાનું નામ આર્યમાન અને નાના દીકરાનું નામ ધરમ છે. આર્યમાન 19 વર્ષનો થઇ ચૂક્યો છે. બોબી દેઓલ અનેકવાર પોતાના દીકરાની તસવીરો શેર કરતા રહે છે. જોકે, બોબીના બાળકો પાર્ટી અને ઇવેન્ટમાં ઓછા જોવા મળે છે. 2018માં બૈંકૉકમાં થયેલા આઇફા એવોર્ડ્સમાં આર્યમાને પપ્પા બોબી દેઓલ સાથે જોવા મળ્યો હતો. લૂકની વાત કરવામાં આવે છો તો આર્યમાન પપ્પા બોબી દેઓલ કરતાઘણો હેન્ડસમ છે.

થોડા વર્ષો અગાઉ એક ઇન્ટરવ્યૂમાં બોબી દેઓલે પોતાના બાળકોને લાઇમલાઇટથી દૂર રાખવાને લઇને કહ્યું  હતું કે પ્રાઇવેસી ખૂબ જરૂરી છે અને આજકાલ  પાપારાઝી કલ્ચરના કારણે આ લગભગ ખત્મ થઇ ગયું છે. મારો દીકરો હાલમાં ભણી રહ્યો છે. મને ખ્યાલ નથી કે તે બોલિવૂડમાં આવવા માંગે છે કે નહીં..  જોકે, તે આ  ફિલ્ડમાં આવશે તો મીડિયા લાઇમલાઇટનો ઉપયોગ જરૂર કરશે.

થોડા દિવસો અગાઉ બોબીએ દીકરા આર્યમાન સાથે એક ફોટો શેર કર્યો હતો. તસવીરમાં બોબીના ફેન્સે તેના દીકરાના વખાણ કર્યા હતા. એક શખ્સે લખ્યું કે, આર્યમાન તું ડેશિંગ લાગે છે. આવનારા સમયમાં સુપરસ્ટાર હોઇશ.

બોબીએ બિઝનેસમેનની દીકરી તાન્યા આહૂઝા સાથે 30 મે 1996માં લગ્ન કર્યા. બંન્નેને બે દીકરા આર્યમાન અને ધરમ છે.

તાન્યાને ધ ગુડ અર્થના નામ પર ફર્નિચર અને ઇન્ટીરિયર ડેકોરેશનનો બિઝનેસ છે. અનેક બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસમેન તેમના ક્લાયન્ટ છે.

તાન્યા પણ ગ્લેમરની દુનિયાથી હંમેશા દૂર રહી છે. તે બોલિવૂડની પાર્ટીમાં પણ  ઓછી જોવા  મળે છે. પરંતુ સંજય કપૂરની પત્ની મહીપ અને સોહેલ ખાનની પત્ની સીમા તેની સારી મિત્ર છે.

તાન્યાએ 2005માં આવેલી ફિલ્મ જૂર્મ અને 2007માં આવેલી ફિલ્મ નન્હે જૈસલમેર માટે કોસ્ચ્યૂમ ડિઝાઇન કર્યું હતું. સાથે ટ્વિંકલ ખન્નાના વ્હાઇટ વિન્ડો સ્ટોરમાં તાન્યાના ડિઝાઇન કરેલા ફર્નિચર અને ઇન્ટીરિયર ડેકોર એક્સેસરીઝ લાગ્યા છે.

આર્યમાનના નાના દેવેન્દ્ર આહુજા 20th સેન્ચુરી ફાઇનાન્સ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હતા. આ સાથે તે સેચ્યૂરીયન બેન્કના પ્રમોટર પણ હતા. ઓગસ્ટ 2010માં હાર્ટઅટેકના કારણે તેનું નિધન થયું હતું.

દાદા ધર્મેન્દ્ર સાથે આર્યમાન દેઓલ

મોટા પપ્પા સની દેઓલ અને પપ્પા બોબી દેઓલ સાથે આર્યમાન.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page