Only Gujarat

Bollywood

‘બાલિકાવધૂ’ ફૅમ આ એક્ટ્રેસની દીકરી ગુલાબી ફ્રોકમાં લાગી પરી, મોમ સાથે જોવા મળી ખુશખુશાલ

મુંબઇઃ જાણીતી ટીવી સીરિયલ બાલિકા વધૂમાં નંદિનીની ભૂમિકા ભજવીને ફેમસ થયેલી એક્ટ્રેસ માહી વિજની દીકરી તારા સાત મહિનાની થઇ ગઇ. માહીએ દીકરીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તારા પિંક ફ્રોક પહેર્યું છે. પિંક ફ્રોકમાં તારા પરી જેવી લાગી રહી છે. આ દરમિયાન માહી વિજ દીકરી તારાને ખોળામાં બેસાડીને ગીત ગાતી જોવા મળી રહી છે. નોંધનીય છે કે માહી વિજને લગ્નના આઠ વર્ષ બાદ 21 ઓગસ્ટ 2019ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. કપલના લગ્ન 2011માં થયા હતા.

આ અગાઉ માહી વિજે પતિ જય ભાનુશાળીનો બર્થ-ડે 25 ડિસેમ્બરના  દિવસે દીકરી તારાની પ્રથમ તસવીર શેર કરતા તેનો ચહેરો બતાવ્યો હતો.

દીકરીનો ફોટો શેર કરતા માહીએ લખ્યું કે, હેપ્પી બર્થ-ડે જય ભાનુશાળી. મેં આ વર્ષે તમારો જન્મદિવસ વધુ યાદગાર બનાવી દીધો. તારા અને મમ્મી તરફથી તમને બર્થ-ડે અને નવા વર્ષની શુભકામનાઓ.

માહી વિજ અને જય ભાનુશાળીએ બે બાળકોને આંશિક રીતે દત્તક લીધા છે. વાસ્તવમાં બાળકો તેમના માતા પિતા પાસે રહે છે પરંતુ તેમનો અભ્યાસ અને બેઝિક જરૂરીયાતનો ખર્ચ જય અને માહી ઉઠાવી રહ્યા છે. બાળકોના નામ ખુશી અને રાજવીર છે.

કપલના પરિવારના એક ક્લોઝ વ્યક્તિએ કહ્યું કે, માહી નેચરથી ખૂબ દયાળું છે. વાસ્તવમાં જ્યારે તે નાની હતી ત્યારે તેના પરિવારમાં એક કેરટેકર હતા. લગ્ન બાદ માહી તેમને પોતાના નવા ઘરમાં લઇને આવી. હવે માહી એ કેરટેકરના બાળકોને દત્તક લીધા છે અને તેમનો પુરો ખર્ચ ઉઠાવી રહી છે.

જય ભાનુશાળીએ અત્યાર સુધીમાં ‘કસૌટી જિંદગી કી’, ‘ધૂમ મચાઓ ધૂમ’, ‘કયામત’, ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ ‘ગીત: હુઇ સબસે પરાઇ’ માં કામ કરવાની સાથે સાથે અનેક ટીવી શો હોસ્ટ કર્યા છે. તે સિવાય તેણે હેટ સ્ટોરી 2, દેસી કટ્ટે અને એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

માહીએ અત્યાર સુધીમાં અનેક ટીવી શોમાં કામ કર્યુ છે. જેમાં ‘કૈસી લાગી લગન’, ‘લાગી તુજસે લગન’, ‘તેરી મેરી લવસ્ટોરી’, ‘એન્કાઉન્ટર’, ‘ફિયર ફેક્ટર’, ‘બાલિકા વધૂ’ અને ‘લાલ ઇશ્ક’ જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

દીકરી તારા અને માતા સાથે માહી વિજ

પતિ જય ભાનુશાળી સાથે માહી વિજય

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page