Only Gujarat

Bollywood FEATURED

અંકિતા લોખંડેએ ખાનગીમાં કરી મહેંદી સેરેમની, જલદી બોયફ્રેન્ડ સાથે બંધાશે લગ્નના બંધનમાં!

મુંબઈઃ એક્ટર વરુણ ધવને તેમની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે થોડાં દિવસ પહેલાં લગ્ન કર્યાં હતાં. આ પછી સમાચાર સામે આવ્યાં કે શ્રદ્ધા કપૂર પણ સાત ફેરા ફરવા માટે તૈયાર છે. હવે અંકિતા લોખંડેએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં હાથોમાં મહેંદી લગાવેલાં ફોટો શેર કર્યાં છે. આ ફોટો જોઈ લાગી રહ્યું છે કે, તેમને ગુપચુપ રીતે મહેંદી સેરેમની કરી લીધી છે. બૉયફ્રેન્ડ વિક્કી જૈન સાથે અંકિતા લોખંડે લગ્ન કરવા જઈ રહી છે. જોકે, અત્યાર સુધી આ બાબતે અંકિતા લોખંડેએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

થોડાં મહિના પહેલાં અંકિતા લોખંડે અને વિક્કી જૈને સગાઈ કરી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીદું છે. હવે અંકિતાએ થોડો ફોટો પમ શેર કર્યાં છે. જેને જોઈ કહી શકાય કે તેમની મહેંદી સેરેમની થઈ ગઈ છે.

ફોટોમાં જોઈ શકાય છે કે, અંકિતાના હાથોમાં વિક્કી જૈનના નામની મહેંદી લગાડ્યા પછી કેટલી ખુશ લાગી રહી છે.

મહેંદી લગાવતા અંકિતાને ભેટનારી આ ફ્રેન્ડ કોઈ બીજી નહીં પણ એક્ટ્રસ અશિતા ધવન છે. અશિતા અને અંકિતા એક સાથે પવિત્ર રિશ્તામાં કામ કરતાં હતાં.

મહેંદી લગાડેલાં હાથ સાથે અંકિતાએ ફૂલોની બનેલી ઇયરિંગ્સ, નેકલેસ અને માથા પર બૈડ બાંધ્યું હતું. આ દરમિયાન તેમના વાળ ખુલા અને ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.

અંકિતા અને વિક્કી એકબીજાને ઘણાં સમયથી ડેટ કરી રહ્યા છે. હવે બંને જલદી લગ્નના બંધનમાં બંધાવાના છે. બંને ઘણીવાર એક-બીજાના પરિવારના ફંક્શનમાં જોવા મળ્યા છે.

વિક્કી પહેલાં અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરતી હતી. બંનેની લવ સ્ટોરી ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ના સેટ પરથી શરૂ થઈ હતી. બંને ઘણાં સમય સુધી લિવઇનમાં રહ્યા પછી બ્રેકઅપ થઈ ગયું હતું. આ પછી અંકિતાની જિંદગીમાં વિક્કી જૈન આવ્યો હતો.

અંકિતા લોખંડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો અત્યારે તેમની પાસે કોઈ ફિલ્મની ઑફર નથી. તે ‘મણિકર્ણિકા’ અને ‘ બાગી 3’માં જોવા મળી હતી. આ સમયે તેમની પાસે કોઈ ટીવી શૉની પણ ઑફર નથી.

You cannot copy content of this page