Only Gujarat

Bollywood FEATURED

ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પ્રેગ્નન્ટ પત્ની નતાશા સાથે કરાવ્યું રોમેન્ટિક ફોટોશૂટ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકોવિક થોડાં સમયમાં મા બનશે. હાર્દિક અને નતાશા સ્ટાનકોવિક તેમના પહેલાં બાળકના માતા-પિતા બનવાના હોવાથી અત્યારે ખૂબ જ ખુશ છે. હાર્દિકે તેમની પત્નીની ડિલિવરી પહેલાં એક ખૂબ જ રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું હતું. હાર્દિકે જેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં. આ ફોટોમાં હાર્દિક તેમની પત્ની નતાશા સ્ટાનકોવિક સાથે રોમેન્ટિક પોઝમાં જોવા મળી રહ્યો છે.

હાર્દિક અને નતાશાના ફોટોને ગણતરીના કલાકમાં જ 14 લાખથી વધુ લોકોએ લાઇક કર્યા હતાં. ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાએ પણ હાર્દિક પંડ્યાના આ ફોટો પર કોમેન્ટ કરી, એક હાર્ટ અને કપલ ઇમોજી બનાવી શેર પોતાનું ઇમોશન્સ શેર કર્યું હતું.

હાર્દિક અને નતાશા તેમના ઘરે આવનારા નાના મહેમાનના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નતાશા ખુદ તેમના પ્રૅગનન્સિ પીરિયડને ખૂબ જ એન્જોય કરી રહી છે.

હાર્દિક પંડ્યા અને નતાશા લેટેસ્ટ ફોટોશૂટમાં એકબીજા સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

હાર્દિક અને નતાશા આ ફોટોમાં ખુલા આકાશમાં એકબીજાનો હાથ પકડી ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળી રહ્યા છે.

હાર્દિક અને નતાશાનો આ ફોટો ફેન્સની સાથે ઇન્સ્ટાગ્રામ દ્રારા શેર કરવામાં આવી રહ્યો છે. જે ખૂબ જ ઝડપી વાઇરલ થઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યા અને એક્ટ્રસ, ડાન્સર નતાશા સ્ટેનકોવિક તેમના પહેલાં બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે.

નતાશાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેમનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે બેબી બમ્પને ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તેમણે બેબી શાવરના ફોટો પણ ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને નતાશાએ આ વર્ષે 1 જાન્યુઆરી, 2020 સોશિયલ મીડિયા દ્રારા ફેન્સને જાણ કરી હતી કે તેમણે દુબઈમાં સગાઈ કરી છે. હાર્દિક અને નતાશાની સગાઈના ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયાં હતાં. હાર્દિકે દુબઈમાં એક સ્પીડબૉટમાં તેમના લેડીલવને પ્રપોઝ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, નતાશા અને હાર્દિકની પહેલી મુલાકાત મુંબઈના એક નાઇટ ક્લબમાં થઈ હતી. આ પછી બંનેની મુલાકાત વધવા લાગી અને ધીરે-ધીરે બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતાં.

નતાશા અનેકવાર હાર્દિક પંડ્યાની ક્રિકેટ પાર્ટીમાં પણ શામેલ થઈ ચૂકી છે. કહેવામાં આવે છે કે, નતાશાએ હાર્દિકના પરિવાર સાથે દીવાળી પણ સેલિબ્રેટ કરી હતી.

નતાશા મૂળ સાઇબિરીયાની છે. તે વર્ષ 2013માં બોલિવૂડ ફિલ્મ ‘સત્યાગ્રહ’માં એક આઇટમ સોન્ગમાં જોવા મળી હતી.

આ ઉપરાંત નતાશા રેપર બાદશાહના મ્યૂઝિક વીડિયો ‘ડીજે વાલે બાબૂ’માં પણ જોવા મળી હતી.

નતાશા સ્ટાનકોવિકે બિગબૉસ સિઝન 8માં પાર્ટિસિપેટ કર્યું હતું. તે અજય દેવગનની ફિલ્મ ‘એક્શન જેક્શન’માં કેમિયો પણ કરી ચૂકી છે.

નતાશાએ ‘ખુકરે રિટર્ન્સ’ના ‘મેહબૂબા’ ગીતમાં, ગોવિંદા સાથે ‘ફ્રાઇ ડ્રાઇ’માં અને શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઝીરો’માં પણ કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page