Only Gujarat

Bollywood

માતા કરીનાના હાથમાં હાથ રાખી માસી કરિશ્માના ઘરે પહોંચ્યો તૈમૂર

મુંબઈઃ કોરોના વાઇરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. મુંબઈમાં પણ કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યાં છે. એવામાં બચ્ચન પરિવારમાં અમિતાભ બચ્ચન, અભિષેક, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાને કોરોના થયો હતો. અભિષેક બચ્ચનને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, પણ અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા હાલ હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે જ બોલિવૂડના સેલેબ્સ કોરોના દરમિયાન તમામ પ્રકારની સાવધાની રાખી રહ્યા છે. કરીના કપૂર તેમના 4 વર્ષના દીકરા તૈમૂર સાથે સ્પૉટ થઈ હતી. આ દરમિયાન કરીના કપૂરે તૈમૂરનો હાથ પકડ્યો હતો અને બંનેએ માસ્ક પહેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં તૈમૂરને બહાર ફરવા લઈ જવાને લીધે કરીના કપૂર અને સૈફ અલી ખાન ખૂબ જ ટ્રોલ થયાં હતાં. મલાઇકા અરોરા પણ તેમના ઘરની બહાર સ્પૉટ થઈ હતી.

કરીના કપૂર તેમના દીકરા તૈમૂર સાથે કરિશ્માના ઘરે પહોંચ્યા હતાં. આ દરમિયાન તૈમૂરે યલો ટી-શર્ટ અને જીન્સ સાથે માસ્ક પહેર્યું હતું.

સારા અલી ખાન જુહૂ સ્થિત પોતાના ઘરની બહાર સાઇકલિંગ કરતી જોવા મળી હતી.

દંગલ ગર્લ ફાતિમા સના શેખ મુંબઈના સબ-અર્બન વિસ્તારમાં જોવા મળી હતી.

મલાઇકા અરોરા તેમના ઘરની બહાર તેમની કારમાંથી ઉતરતી વખતે સ્પૉટ થઈ હતી.

અરબાઝલ ખાન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પૉટ થયો હતો.

પ્રોડ્યુશર એકતા કપૂર મુક્તેશ્વર મંદિરની બહાર સ્પૉટ થઈ હતી.

એક્ટર અલી ફઝલ પણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પૉટ થયો હતો.

મુંબઈના બાંદ્રા સ્થિત સની સુપર સાઉન્ડ બહર આદિત્ય રૉય કપૂર સ્પૉટ થયો હતો.

ડિરેક્ટર અનુરાગ બસુ પણ બાંદ્રા સ્થિત સની સુપર સાઉન્ડ બહાર સ્પૉટ થયાં હતાં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page