Only Gujarat

FEATURED National

એક યુવકની વિકૃત માનસિકતા, યુવક ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસીને યુવતીઓ…..

ઇંન્દોરમાં પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે જે કથિત રીતે યુવતીઓ અને મહિલાઓના અંડર ગાર્મેન્ટ પર હાથ સાફ કરી કપડાં ફાડી દેતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે વિકૃત માનસિકતા ધરાવતો આ આરોપી હોસ્ટેલમાં અથવા પછી એકલી રહેતી મહિલાઓને શિકાર બનાવતો હતો.

ઇન્દોરના વિજયનગર વિસ્તારમાં આ આરોપીએ પોતાનો આતંક મચાવી રાખ્યો હતો. આરોપી એટલો ચાલાક હતો કે તે યુવતીઓને શિકાર બનાવ્યા પહેલા તેની રેકી કરતો હતો અને પછી ઘરમાં એવી રીતે ફરતો હતો કે કોઇને એ વાતની ભનક પણ થતી નહીં. વિજય નગર પોલીસ સ્ટેશનમાં આ આરોપી વિરુદ્ધ 20થી વધુ ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી તકનો લાભ ઉઠાવી એકલી યુવતીઓ અને મહિલાઓના ઘરમાં ઘૂસી જતો અને પછી તેમના અંડર ગારમેન્ટ જમા કરી તેને બ્લેડથી કાપી નાખતો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે એક મહિનાથી આ પ્રકારની અનેક ફરિયાદો મળી રહી હતી. આરોપીએ શીતલનગર, સુમન નગર, સ્વર્ણ બાગ કોલોની સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની હરકતો કરી હતી.

પોલીસે સંપૂર્ણ યોજના બનાવી આરોપીને દબોચી લીધો છે. ત્યારબાદ પુછપરછ બાદ પોલીસે આશંકા વ્યક્ત કરી કે આરોપી માનસિક વિકૃતિનો શિકાર હોઇ શકે છે.

પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ 19 કેસ દાખલ થયા અને બાદમાં બે અન્ય યુવતીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page