Only Gujarat

FEATURED National

નાની અમથી વાતમાં પતિ-પત્ની વચ્ચે થયો ઝઘડો ને થયું બંનેનું મોત, થયો પછી મોટો ખુલાસો

આ દુનિયા ભિન્ન ભિન્ન પ્રકૃતિના લોકોથી ભરેલી છે, જેમાં મોટાભાગના લોકો એવા છે, જે સામાજિક નિયમો અને મર્યાદામાં જ તેમની જિંદગી વ્યતિત કરે છે. જ્યારે કેટલાક લોકો એવા પણ હોય છે. જે પોતાની શરતો મુજબ અને મરજી મુજબ જિંદગી જીવે છે. તેમની શરતો ભલે સામાજિક મર્યાદાને ભંગ કરતી હોય તો પણ તે પોતાની ઇચ્છાને પૂર્તિ માટે બધી મર્યાદાને તાક પર રાખીને શરતો મુજબ જિંદગી જીવે છે અને આ રાઝને જિંદગીભર રહેવા દે છે. આ રાઝ પર તેમના મોત બાદ પડદો ઉંચકાય છે. આવી જ કહાણી મધ્યપ્રદેશના સિહોર જિલ્લાની છે. શું છે સમગ્ર ઘટના જાણીએ…


મધ્યપ્રદેશના સિંહોર જિલ્લામાં પોસ્ટમોર્ટમ બાદ એક સનસનખેજ ખુલાસો થયો છે, જેમાં બે યુવકો 8 વર્ષથી પતિ-પત્નીની જેમ જીવન જીવતા હતા. તેમણે બાળકને દત્તક પણ લીધું હતું. પતિ પત્નીની જેમ રહેતા આ કપલનો એક દિવસ રાત્રે ઝઘડો થઇ ગયો. વિવાદ એટલો વધી ગયો કે પત્નીએ ખુદને આગ લગાવી લીધી. આ જોતા પતિ તેને બચાવવા માટે દોડ્યો. જો કે તે પણ ખૂબ જ દાઝી ગયો. સારવાર દરમિયાન બંનેના મૃત્યુ થઇ ગયા.

મોત બાદ જ્યારે બંનેની રિપોર્ટ સામે આવી તો લોકો દંગ રહી. પોલીસને મળેલા પીએમ રિપોર્ટમાં ખુલાોસ થયો કે જે પત્ની હતી તે મહિલા ન હતી પરંતુ પુરૂષ હતો. પીએમ બાદ બંનેની હકીકત સામે આવી છે કે આ બંને યુવકો છેલ્લા 8 વર્ષથી પતિ પત્નીની જેમ રહેતા હતા.

શુજાલપુર નિવાસી યુવક વિક્રિમ સિંહ મેવાડાને કાલાપીપલ ભેસવામાં રહેતા યુવક સાથે પ્રેમ થઇ ગયો. 2012માં બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું. પુરૂષના પરિવારે આ માટે પરવાનગી આપી દીધી. જ્યારે અન્ય યુવકનો પરિવાર ન હતો. પ્રેમ લગ્ન બાદ બંને યુવકો પતિ-પત્નીની જેમ શિહોરમાં રહેવા લાગ્યા. પત્ની તરીકે રહેતા યુવકનું નામ દેવકુંવર રાખ્યું. બે વર્ષ બાદ પરિવાર તરફથી જ્યારે બાળક માટે દબાણ કરવામાં આવ્યું તો મોટા ભાઇના બાળકને દત્તક લીધું.

11 ઓગસ્ટ 2020ની રાત્રે પતિ-પત્નીમાં ઝઘડો થયો. પત્નીએ ખુદને આગ લગાડી દીધી. તેમને બચાવવાના પ્રયાસમાં પતિ પણ દાઝી ગયો. બંને ભોપાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા. સારવાર દરમિયાન 12 ઓગસ્ટે પત્ની અને 16 ઓગસ્ટે પતિનું મોત થઇ ગયું. બંનેના મોતના બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યારે સામે આવ્યો તો પોલીસ પણ દંગ રહી ગઇ. . રિપોર્ટમાં સામે આવ્યું કે પત્ની તરીકે રહેતી વ્યક્તિ મહિલા નહીં પરંતુ પુરૂષ હતો. બંને યુવક છેલ્લા 8 વર્ષથી પતિ પત્નીની જે રહેતા હતા.

You cannot copy content of this page