Only Gujarat

Bollywood FEATURED

કોરોના સંક્રમણથી બચવા શાહરૂખ ખાને પોતાના બંગલાને કેવી રીતે કર્યો કવર?

મુંબઈમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેની ઝપેટમાં હવે ફિલ્મ સ્ટાર્સ પણ આવી રહ્યા છે. તાજેતરમાં અમિતાભ બચ્ચનને પણ કોરોના ચેપ લાગ્યો છે. અમિતાભ ઉપરાંત અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. ત્યારબાદથી, બાકીના સ્ટાર્સ આ ખતરનાક વાયરસથી વિશેષ સાવચેતી રાખતા જોવા મળી રહ્યા છે.

બચ્ચન પરિવારના ઘણા સભ્યો હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે. અભિનેતા શાહરૂખ ખાને કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને તેના બંગલા મન્નતની આસપાસ પ્લાસ્ટિકનું કવર લગાવી દીધું છે. જણાવી દઈએકે, શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી અને ત્રણેય બાળકો સાથે રહે છે.

શાહરૂખે કોરોના દર્દીઓની સારવાર માટે બીએમસીને 5 માળની ઓફિસ આપી છે તે વાત બધા જાણે છે. શાહરૂખે સાવચેતી રાખીને તેના ઘરને ચારે બાજુથી કવર કરી દીધુ છે. એવું પણ માનવામાં આવે છે કે શાહરૂખે કોરોનાના ડરથી નહીં પણ વરસાદના ડરથી કવર કર્યો છે. શાહરૂખ ખાનનું આખું ઘર સફેદ પ્લાસ્ટિકથી ઢંકાયેલું છે.

WHOએ પણ માન્યુ છેકે,કોરોના વાયરસ હવામાં પણ છે, દરેક લોકોએ પોતપોતાના ઘરોમાં રહેવું જરૂરી છે. દેશભરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. શાહરૂખ ખાન પરિવાર સાથે ઘરે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા સમય માટે શાહરૂખ ખાને ફિલ્મોથી અંતર રાખ્યું છે. વર્ષ 2018 માં તે ઝીરો પછી કોઈ પણ ફિલ્મમાં દેખાયો નથી.

શાહરૂખ ખાન જલ્દીથી અભિનયની દુનિયામાં પાછા આવવા માટે ઉત્સુક છે. તે રાજકુમાર હિરાની સાથે ઈમિગ્રેશન પરની એક ફિલ્મમાં કામ કરતો જોવા મળશે. તેનું શૂટિંગ શરૂ થવાનું બાકી છે.

શાહરૂખ ખાનનું પડદા પર પાછા ફરવું ચાહકો માટે મોટી ભેટથી કંઇ ઓછું નહીં હોય. જો કે, સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાન અને ગૌરી ખાનની ટ્યુનિંગ ટોક ઓફ ધ ટાઉન બન્યુ છે. એક બીજાના ફોટા પર મજેદાર રિપ્લાય કરે છે.

You cannot copy content of this page