Only Gujarat

Bollywood FEATURED

જિમને નફરત કરતી હતી 90 કિલોની સોનાક્ષી સિન્હા પછી આ ‘ખાસ’ વ્યક્તિના કહેવાથી ઘટાડ્યું વજન

મુંબઈઃ શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી 33 વર્ષની થઈ ગઈ છે. 2 જૂન 1987માં મુંબઈમાં જન્મેલા સોનાક્ષી સિન્હાએ ક્યારેય વિચાર્યું નહોતું કે એક્ટ્રસ બનશે. સોનાક્ષી સિન્હાએ 2010માં સલમાન ખાન સાથ ફિલ્મ ‘દંબગ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મમાં આવ્યા પહેલાં સોનાક્ષીનું 90 કિલો વજન હતું. આ કારણે સોનાક્ષીએ ક્યારેય વિચાર્યું નહોતું કે એક્ટ્રસ બનશે.

સોનાક્ષીએ 2005માં આવેલી ફિલ્મ ‘મેરા દિલ લેકે દેખો’માં કૉસ્ટ્યૂમ ડિઝાઈનર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સોનાક્ષી એક્ટ્રસ બનવા માગતી નહોતી, પણ સલમાન ખાનના કહેવાથી તેમણે ફિલ્મમાં કરિયર બનાવવા માટે વિચાર્યું.

સોનાક્ષીએ એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ‘સલમાન ખાનની આભારી છે કે તેમના લીધે તે આજે ફિલ્મી દુનિયામાં છે.’ સલમાન ખાને તેમને વજન ઓછું કરવા અને પોતાના પર ધ્યાન આપવા મોટિવેટ કર્યું હતું. આ પછી સોનાક્ષીએ તેનું વજન 30 કિલો સુધી ઓછું કરી લીધું હતું.

સોનાક્ષીએ કહ્યાં મુજબ, ‘વજન ઓછું કરવું સરળ નહોતું. જિમથી તે નફરત કરતી હતી અને તેને એલર્જી હતી. જોકે, સલમાન ખાનની પ્રેરણા મેળવી સોનાક્ષી ખુદને ફેટથી ફિટ બનાવવા માટે પોતાનું ધ્યાન રાખવા લાગી અને પછી તે ખુદ મહેનત કરવા લાગી હતી.

સોનાક્ષી સિન્હા મુજબ, ‘એક્સરસાઇઝ કરવી અને જિમ ગયા પછી તે ક્યારે પણ તેનું વજન ચેક કરતી નહીં. તેમણે ધીરે-ધીરે અહેસાસ થયો કે તે ફિટ થઈ રહી છે. તેમણે વજન ઓછું કરવા માટે શાહિદ કપૂરના ટ્રેનરને હાયર કર્યો હતો. તેમણે કાર્ડિયો એક્સરસાઇઝ, સાઇકલિંગ, સ્વિમિંગ, પ્લેઇંગ ટેનિસ, જિમ, હૉટ યોગા કર્યા હતાં.’

શરીરના ડિટોક્સ અને હાઇડ્રેટ કરવા માટે સોનાક્ષી અત્યારે ખૂબ જ પાણી પીવે છે. તેમનું કહેવું છે કે, સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ તે સારું છે. તે દિવસમાં ઓછામાં ઓછું 8-9 ગ્લાસ પાણી પીવે છે. સાથે જ દિવસમાં એક વાર જ્યૂસ, ગ્રીન ટી પણ પીવે છે.

ઇન્ટનેટ પર મળતી માહિતી મુજબ સોનાક્ષીનો ડાયટ પ્લાન આ રીતે હતો. સોનાક્ષી બ્રેકફાસ્ટમાં દૂધ, ઘઉંના ટોસ્ટ, મિડ મોર્નિંગમાં ડ્રાડ ફ્રૂટ્સ, ગ્રીન ટી, લંચમાં રોટલી, શાક અને સલાડ, ઇવનિંગમાં ફ્રૂટ્સ અને ગ્રીન ટી, ડિનરમાં દાલ તડકા, શાક, ચિકન, ફિશ ખાતી હતી.

સોનાક્ષીએ તેનું સ્કૂલિંગ આર્ય વિદ્યા મંદિર મુંબઈથી કર્યું છે. તેમણે એસએનડીટી યૂનિવર્સિટીથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે. 2008થી 2009 વચ્ચે સોનાક્ષી લેક્મે ફેશન વીક પર રેમ્પ વોક પણ કરતી જોવા મળી હતી.

સોનાક્ષીએ ‘રાઉડી રાઠોડ’, ‘સન ઓફ સરદાર’, ‘દબંગ-2’, ‘લુટેરા’, ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા’, ‘બુલેટ રાજા’, ‘આર. રાજકુમાર’, ‘હોલિડેઃ અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યૂટી’, ‘એક્શન જેક્શન’, ‘અકીરા’ અને ‘મિશન મંગલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page