Only Gujarat

FEATURED International

સંસદમાં ચાલતી હતી બજેટ પર ચર્ચા તો આ સાંસદ મોબાઈલમાં યુવતીની ટોપલેસ તસવીરમાં જોવામાં હતા મગ્ન!

બેંગકોકઃ કોઈપણ દેશને લોકતાંત્રિક ઢબે ચલાવવા માટે લોકો જનપ્રતિનિધિઓની પસંદગી કરતા હોય છે. આ નેતાઓ દેશ માટે નિયમો બનાવવાની સાથે સિસ્ટમને ચલાવતા હોય છે. આ જનપ્રતિનિધિઓ દેશ માટેના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી શકે તે માટે તમામ દેશોમાં સાંસદ હોય છે. પરંતુ અહીં કોઈ સાંસદ જ એવું કૃત્ય કરે કે જેના કારણે સંસદની ગરિમા ખરડાઈ તો. વાસ્તવમાં થાઈલેન્ડની સંસદમાં એક નેતા યુવતીની ટોપલેસ તસવીર જોતા પકડાયા હતા.

સંસદમાં દેશના બજેટ સંબંધિત ગંભીર ચર્ચા ચાલી રહી હતી ત્યારે સાંસદ યુવતીની નગ્ન તસવીર જોવામાં વ્યસ્ત હતા. જોકે તેમના આ કાર્ય સમયે એક પત્રકારની નજર નેતાજી પર પડી અને તેણે જોયું કે નેતાજી યુવતીની ટોપલેસ તસવીરને ઝૂમ કરીને મજા માણી રહ્યાં છે તો તેણે આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું. નેતાજીના આ કાર્યની તસવીર વાઈરલ થયા બાદ તેઓ સૌથી નજર બચાવીને ભાગતા જોવા મળી રહ્યાં છે.

આ ઘટના 17 સપ્ટેમ્બરના થાઈલેન્ડની બેંગકોક ખાતેની સંસદમાં બની હતી. અહીં એમપી રોનનાથપ અનુવત સંસદમાં અશ્લીલ તસવીર નિહાળતા પકડાયા હતા. 17 સપ્ટેમ્બરે સંસદમાં દેશના બજેટ મામલે ચર્ચા ચાલી રહી હતી. આ સમયે તમામ સાંસદ તે ચર્ચાને ધ્યાનથી સાંભળી રહ્યાં હતા ત્યારે રોનનાથપ તેમના મોબાઈલમાં વ્યસ્ત હતા.

આ સમયે પ્રેક્ષક ગેલેરીમાં રહેલા એક રિપોર્ટરની નજર તેમની પર પડી. તેણે રોનનાથપની તસવીર ક્લિક કરી અને તેણે જ્યારે તસવીર જૂમ કરીને જોઈ તો પોતે ચોંક્યો. વાસ્તવમાં સાંસદ મોબાઈલમાં એક યુવતીની ટોપલેસ તસવીર જોઈ રહ્યાં હતા. રિપોર્ટરે તસવીર જાહેર કરી દીધી તો સાંસદે લૂલો બચાવ કર્યો કે તેમને લાગ્યું કે યુવતીને મદદની જરૂર હશે તેથી તેઓ તસવીર જોઈ રહ્યાં હતા. જોકે સાંસદ પોતે અશ્લીલ તસવીરને ઝૂમ કરીને મજા માણી રહ્યાં હતા.

રોનનાથપે મીડિયાને જણાવ્યું કે, તેમને તસવીર મળી તો વિચાર્યું કે યુવતી મુશ્કેલીમાં તો નથીને એટલે બેકગ્રાઉન્ડ જોવા ફોટો ઝૂમ કરી જોઈ રહ્યાં હતા. જોકે તેમને પછી જાણ થઈ કે તસવીર મોકલવાને બદલે યુવતી પૈસા માંગી બ્લેકમેલ કરી રહી છે તો તેમણે તસવીર ડિલિટ કરી હતી. આ ઘટના અંગે ઘણો વિવાદ થયો પરંતુ સાંસદને સજા થઈ નહીં.

સ્પિકર દ્વારા આ ઘટનાને વ્યક્તિગત બાબત ગણાવી કારણ કે સંસદમાં ફોન વાપરવા અંગે કોઈ નિયમ નથી. આ ઉપરાંત શું જોવું કે નહીં તે અંગે પણ ગાઈડલાઈન નથી. તેથી આ ઘટના બદલ તેમને સજા કરી શકાય નહીં.

You cannot copy content of this page