Only Gujarat

FEATURED National

આ મહિલાનું વજન હતું 82 કિલો, નવ મહિનામાં 23 કિલો જેટલુ ઊતાર્યું વજન

હાલ ઠંડીની સિઝન ચાલી રહી છે અને દેશના ઘણાં ભાગોમાં કડકડતી ઠંડીએ જોર પણ પકડ્યું છે. આવામાં લોકો ટેસ્ટી ખાવાનું વધારે પસંદ કરે છે. પરંતુ સાવધાન રહેજો આ સિઝનમાં વધારે હાઈ કેલેરિઝ ડાઈટના કારણે વજન વધવાની સમસ્યા થઈ શકે છે. જો લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને તમારું વજન વધી ગયું છે અને તમારી જિંદગી આરામ દાયક થઈ ગઈ છે તો અમે તમારી લાઈફમાં રોમાંચ કરવાવાળી એક કહાની લઈને આવ્યા છીએ. જોકે કંઈ પણ કરતાં પહેલી મોટિવેશનની બહુ જ જરૂર હોય છે. જો તમે પણ પોતાનું વજન ઘટાડવા માંગતા હોવ તો 23 કિલો વજન ઘટાડનારી આ યુવતીને જરૂર મળવુ જોઈએ. તમને વિશ્વાસ નહીં થાય પરંતુ ક્યારેક 82 કિલો વજન ધરાવનાર મુદિતા યાદવે ફક્ત 9 મહિનાની અંદર 23 કિલો વજન ઘટાડ્યું હતું.

આજે અમે આ ફિટનેસ મુસાફરીમાં મુદિતા યાદવની સ્ટોરી બતાવવા જઈ રહ્યા છે. જેમણે ફિટ થવા માટે તમતોડ મહેનત કરી હતી. મુદિતાએ એવું ફિગર બનાવ્યું કે લોકો સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સમય હોય કે ના હોય અથવા કામનું પ્રેશનમાં પણ તેણે વર્કઆઉટ અને રનિંગ કરવાનું છોડ્યું નહીં. 38 વર્ષની મુદિતા એટલી બધી ફિટ થઈ ગઈ છે કે ઘણીવાર લોકો તેની ઉંમર પારખવામાં ગુંચવાઈ જાય છે. એક કંપનીમાં સીનિયર મેનેજર તરીકે કામ કરી રહેલ મુદિતા સુપરફિટ થઈને હવે 25 વર્ષની લાગે છે.

મુદિતાના જણાવ્યા પ્રમાણે, તેણે વેટ લોસની શરૂઆત કરી ત્યારે તેના માટે શરૂઆતના 2-3 મહિના બહુ જ કઠીન હતાં. કારણ કે રિઝલ્ટ એટલું જલ્દી જોવા મળતું નહોતું છતાં પણ બહુ જ મહેનત કરીને મુદિતાએ પોતાની કમરની સાઈઝ 36 ઈંચથી ઘટાડીને 28 ઈંચ કરી દીધી હતી. જો તમે પણ લાંબા સમયથી પોતાનું વજન ઓછું કરવા માગો છો તો મુદિતા તમાા માટે પ્રેરણા બની શકે છે. મુદિતાનો ડાઈટ અને રૂટીન બહુ જ સરળ અને ઘરેલૂ છે કે તેને કોઈ પણ વ્યક્તિ ફોલો કરી શકે છે.

વર્ષ 2010માં જ્યારે મુદિતા લંડનમાં હતી ત્યારે તેનું વજન બહુ જ વધી ગયું હતું. કારણ કે લંડનમાં બહુ જ વધારે ઠંડી હોવાને કારણે ઘરમાં જ રહી હતી. આ દરમિયાન તેનું વજન બહુ જ વધી ગયુ હતું. તે 80 કિલો ક્રોસ કરી ગયું હતું પછી તેણે વજન ઘડાટવાનું વિચારી લીધુ હતું. મુદિતાએ સૌથી પહેલા બ્રિસ્ક વોક કરવાનું શરૂ કર્યું હતું જેનાથી 2-3 કિલો વજન ઘટાડવામાં મદદ મળી હતી. ત્યાર બાદ ઈન્ટરવલ રનિંગ શરૂ કરી હતી અને પછી ધીરે ધીરે પૂર્ણ રીતે રનિંગ સ્ટાર્ટ કરી દીધું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે, કોઈ પણ ફિટનેસ ટ્રેનર હોય વજન ઘટાડવો અથવા ફિટ રહેવા માટે તમારે દોડવું જરૂર રહેશે. ફાસ્ટ વોક કરવું અને રનિંગ બન્ને શરૂરને ચુસ્ત-તંદુરસ્ત રાખે છે. મુદિતાએ વર્કઆઉટની સાથે ડાયટ પણ ફોલો કરતી હતી. તેણે પોતાનો ડાયટ તૈયાર કરતાં કહ્યું હતું કે, તે આખો દિવસ શું ખાતા-પીતી હતી.

બ્રેકફાસ્ટ: પાલક અથવા બીટનો રસ, બ્લૂબેરી અને સ્ટ્રોબેરીની સાથે ઓટમીલ અથવા ઈંડાની સાથે એવોકૈડો ટોસ્ટ અથવા ઓછી ખાંડવાળું ફળ.

લંચ: ઓલિવ ઓઈલમાં ટોસની થયેલી ગ્રીન વેજીટેબલની સાથે ચિકન, પનીર, અને સોયા પનીર. (તમે જો વેજીટેરિયન છો તો ચિકનની જગ્યાએ પનીર અથવા સોયા પનીરનો ઉપયોગ કરી શકો છો.)

સ્નેક્સ: ગ્રીન ટી અથવો કોફી (ખાંડ વગર)ની સાથે ડ્રાય ફ્રૂટ્સ

ડિનર: ચિકનય ગ્રિલ્ડ ફિશ અથવા બ્રાઉન રાઈસની સાથે સબ્જી અને સોયા પનીર.

મોટાપાના કારણે મુદિતાનો પીરિયડ્સ ઘણીવાર બેથી ત્રણ મહિના લેટ થતી હતી. જોકે જ્યારથી તે ફિટનેસ માટે રનિંગ શરૂ કરી ત્યારથી લઈને અત્યાર સુધી તેની તારીખમાં કોઈ ફેરફાર આવ્યો નથી. તેણેકહ્યું હતું કે, 10 વર્ષથી મારા મેડિકલનો ખર્ચ ફક્ત 200 અથા 500 રૂપિયા આવ્યો હશે અને તે પણ જ્યારે મને કોઈ દિવસ તાવ આવ્યો હશે ત્યારે. વજન ઘટાડવાની સાથે તેની હેલ્થ સારી થઈ ગઈ હતી અને બિમારીઓ દૂર ભાગવા લાગી હતી. એક સ્વસ્થ શરીરમાં કારણ વગર બિમારીઓ થતી નથી.

મુદિતાએ કહ્યું હતું કે, જ્યારે પણ તેનું મોટિવેશન ડાઉન થતું હતું ત્યારે તે ફેસબુક પર પોતાને 100 દિવસની ચેલન્જ આપતી હતી, જેમાંથી તે 100 દિવસ સુધી શુગર, પ્રેઝર્વેટિવ, જંક ફૂટ અને આલ્કોહોલ જેવી વસ્તુને અડતી પણ નહોતી. આ સિવાય તેણે અન્ય લોકોને પણ પોતાની ચેલેન્જની સાથે જોડાવાનું શરૂ કર્યું, જેનાથી તેની જવાબદારી વધી ગઈ હતી. મુદિતાએ સોશિયલ મીડિયા પર Sisterhood નામથી એક હેશટેગ શરૂ કર્યું છે. જેમાં તે પોતાના ડાયટ પ્લાન ફ્રી ઓફ કોસ્ટ મહિલાઓની સાથે શેર કરે છે. તે આ બધું ફેમસ થવા માટે નહીં પરંતુ મહિલાઓના ફિટનેસ અવેરનેસ માટે કરતી છે.

મુદિતાએ જણાવ્યું હતું કે, આ ત્યારની વાત છે જ્યારે તેણે બીજીવાર પોતાનું વજન ઘડાટ્યું હતું. ફિટનેસના આધારે તે શીખી કે, શરીરને એક સરખું બનાવી રાખવું પડે. જોકે વર્ષમાં તે પોતાની બોડી ફિટ રાખવા નહોતી માંગતી પંતુ બેસ્ટ બોડી શેપમાં પોતાને જોવા માંગતી હતી.

મુદિતાનું માનવું છે કે, જો તમારે ફિટ રહેવું છે તે સૌથી પહેલા ડિસિપ્લિન રાખવું પડશે. આવું કરવાથી તમે ફિટ નહીં રહો પરંતુ બીજા લોકોની નજરમાં તમારી ઈજ્જત વધારે બનાવી શકશો. તેણે મહિલાઓના ફિટનેસને લઈને પણ વાત કરી હતી કે, કામના ચક્કરમાં તમારી ફિટનેસને નજર અંદાજ ન કરો. એક હેલ્થી લાઈફસ્ટાઈલ અપનાવીને તમે પોતાના બાળકોની અંદર પણ ફિટનેસને લઈને જાગરૂરતા પેદા કરી શકો છો.

You cannot copy content of this page