Only Gujarat

Bollywood FEATURED

પ્રેગ્નન્ટ કરીનાએ આ અંદાજમાં બતાવ્યો બેબી બમ્પ, એક હાથે પેટ પકડ્યું તો બીજા હાથે….

પ્રેગ્નેન્ટ કરીના કૂપૂર અત્યારના દિવસોમાં પ્રેગ્રેન્સી પીરિયડ્સ એન્જોય કરી રહી છે. જોકે કરીનાની પ્રેગ્રેન્સીનો 7મો મહિનો ચાલી રહ્યો છે. કરીનાએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તેણ પિંક ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ દરમિયાન કરીનાએ એક હાથથી પોતાનું પેટ પકડી રાખ્યું છે જ્યારે બીજા હાથથી તે પોતાની સેલ્ફી લઈ રહી છે. તસવીરમાં કરીનાના ચહેરા પર પ્રેગ્રેન્સી ગ્લો સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો હતો. તમને જણાવીએ દઈએ કે, કરીના નવા વર્ષમાં પોતાના બીજા બાળકને જન્મ આપશે.

કરીનાએ આ તસવીર શેર કરતાં લખ્યું હતું કે, પૂમા ઈન્ડિયાના સેટ પરથી અમે બન્ને. કરીના થોડા દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશની ખૂબસૂરતીમાં 24 દિવસ સુધી હોલિ-ડે મનાવીને પરત મુંબઈ આવી હતી. આ દરમિયાન સૈફ અને તૈમુર પણ સાથે જોવા મળ્યાં હતાં.

આ પહેલા કરીના પતિ સૈફ અલી ખાનની સાથે મુંબઈના એક ક્લિનિકની બહાર જોવા મળી હતી. માનવામાં આવી રહ્યું છે કે, કરીના રૂટિન ચેકઅપ માટે ક્લિનિક ગઈ હતી અને આ દરમિયાન સૈફ પત્નીને સંભાળતો જોવા મળ્યો હતો.

7 મહિનાની પ્રેગ્રેન્ટ કરીનાનું સૈફ બહુ જ ધ્યાન રાખે છે. કરીના જ્યારે પણ મુંબઈમાં હોય છે અને ચાલવા નીકળે છે ત્યારે સૈફ જરૂર તેની સાથે જોવા મળે છે. આ ઉપરાંત શૂટિંગ શિડ્યુલ પર પણ સૈફ કરીનાને સાથે લઈ ગયો હતો.

કરીના જ્યારે પહેલીવાર 2016માં તૈમુર માટે પ્રેગ્રેન્ટ હતી તો તે સમયે તેણે કહ્યું હતું કે, તે ઈચ્છતી હતી કે તેના ઘરે પુત્રીનો જન્મ થાય. સુત્રો પ્રમાણે કરીનાએ કહ્યું હતું કે, તે કોઈ પણ જગ્યાએ જાય છે તો તેને પૂછવામાં આવે છે કે, પુત્રનો જન્મ થવાનો છે કે પુત્રીનો?

આ સવાલનો જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે, છોકરો હોય કે પછી છોકરી તેનાથી શું ફરક પડે છે. કરીના પ્રેગ્રેન્સીમાં પોતાનો પુરતો ખ્યાલ રાખી રહી છે. તે પોતાના ડાયટથી લઈને હેલ્થ સુધીનું ધ્યાન રાખી રહી છે. પ્રેગ્રેન્સીમાં કરીનાના ચહેરાનો ગ્લો ઓછો થયો નથી. પરંતુ તેનો વજન વધી રહ્યો છે. તેણે થોડી એડ પણ શૂટ કરી છે.

You cannot copy content of this page