Only Gujarat

Bollywood

એક સમયે ‘ભલ્લાલદેવ’ના ગળાડૂબ પ્રેમમાં હતી અક્ષયની આ હિરોઈન!

મુંબઈઃ દક્ષિણની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક ત્રિષા કૃષ્ણન આજકાલ તેની ફિલ્મો કરતા વધારે લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિશા ટૂંક સમયમાં જ સાઉથની અભિનેત્રી નયનતારાના એક્સ બોયફ્રેન્ડ સિમ્બુ સાથે લગ્ન કરી શકે છે. ત્રિશા એક સમયે ‘બાહુબલી’ના ભલ્લાલદેવ એટલે કે રાણા દગ્ગુબતી સાથે રિલેશનશિપમાં હતી. જોકે, રાણા દગ્ગુબતીએ તાજેતરમાં જ મિહિકા બજાજ સાથે સગાઈ કરી છે. આ સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ત્રિશા પણ ટૂંક સમયમાં સિમ્બુને તેનો જીવનસાથી બનાવી શકે છે. પ્રખ્યાત દિગ્દર્શક ગૌતમ મેનનની ફિલ્મ ‘વિનીતાંડી વરુવાયા’માં ત્રિશા અને સિમ્બુની જોડીએ દર્શકોનું દિલ જીત્યું છે.

ત્રિશા અને રાણા દગ્ગુબતીના અફેરની ચર્ચા ઘણા વર્ષો ચાલી હતી. જો કે, બંનેના બ્રેકઅપ પછી ફરીથી લિંક અપ્સના અહેવાલો આવ્યા હતા. એકવાર, ત્રિશાએ એમ પણ કહ્યું કે તેની અને રાણા વચ્ચે પ્રેમ જેવું કંઈ જ નથી. તેઓ હજી પણ સિંગલ છે. રાણા તેનો કો-સ્ટાર અને એક સારો મિત્ર છે. 23 જાન્યુઆરી, 2015ના રોજ, ત્રિશાએ ચેન્નાઈ સ્થિત ઉદ્યોગપતિ વરૂણ મનિયન સાથે સગાઈ કરી હતી, પરંતુ તે જ વર્ષે મે મહિનામાં, આ દંપતિએ તેમની સગાઈ તોડી નાખી હતી. પછીથી ત્રિશાએ ફિલ્મ ‘ધર્મ-યોગી’ની સફળતાની પાર્ટી દરમિયાન સગાઈ તૂટવાનું કારણ જાહેર કર્યું હતું.

ત્રિશાએ કહ્યું હતું કે તેના મંગેતર વરૂણ ઇચ્છતાં હતા કે તે લગ્ન પછી અભિનય કરવાનું છોડી દે. ત્રિશાએ કહ્યું કે તે છેલ્લા શ્વાસ સુધી અભિનય કરવાનું બંધ કરશે નહીં. પરંતુ, તે તેની ઉંમર પ્રમાણેની ભૂમિકાઓની પસંદગી કરશે. ‘કોફી વિથ કરણ’ની સિઝન 6માં, જ્યારે રાણા દગ્ગુબતીને ત્રિશા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે રાણાએ કહ્યું કે તે અને ત્રિશા સારા મિત્રો હતા. પરંતુ, બંને વચ્ચે કોઈ વાતચીત શક્ય થઇ રહી નહોતી. જો કે, આ જ શોમાં પ્રભાસે કહ્યું હતું કે તે રાણાને ત્રિશા સાથે સેટલ થતો જોવા માંગે છે.

જયારે, ત્રિશાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું, ‘હું અને રાણા, ખૂબ સારા મિત્રો છે. રાણા પણ અન્ય કો-સ્ટાર્સની જેમ જ એક સારો મિત્ર છે. અમારી વચ્ચે કંઈ પણ ખાસ નથી. મને નથી ખબર કે સોશિયલ મીડિયા પર મારી અને રાણાની વાતચીત શા માટે મુખ્ય સમાચાર બની જાય છે. હું ઘણા હીરો સાથે વાત કરું છું.’

ચેન્નઇના તમિલ બ્રાહ્મણ પરિવારમાં 4 મે 1983માં જન્મેલી ત્રિશાએ 1999માં ફિલ્મ ‘જોડી’થી ડેબ્યુ કર્યો હતો. માતાપિતાના એકમાત્ર સંતાન, ત્રિશાએ ઘણી સૌંદર્ય સ્પર્ધાઓ જીતી છે. તે ‘મિસ સાલેમ’ અને ‘મિસ મદ્રાસ’ પણ રહી ચૂકી છે. જોકે, તેમને તેની વાસ્તવિક ઓળખ 2002ની ફિલ્મ ‘મૌનમ પેસિયાધે’થી મળી. તેમાં તેમના સહ-અભિનેતા તરીકે સૂર્યાએ કામ કર્યું છે.

ત્રિશાએ ફાલ્ગુની પાઠકના મ્યુઝિક આલ્બમ ‘મેરી ચુનર ઉડ-ઉડ જાએ’માં કામ કર્યું હતું. જયારે, 2010માં, તેણે ‘ખટ્ટા-મીઠા’ સાથે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી હતી.

You cannot copy content of this page