Only Gujarat

Bollywood

રીવા સ્ટેટના રાજાની દીકરીની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઈરલ, ક્લિક કરીને જુઓ

મુંબઈ: ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કીર્તિનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ મોહિના કુમારીના લગ્નને અંદાજે 4 મહિના થઈ ચૂક્યા છે. મોહિના કુમારી હાલમાં ટીવી સીરિલયલ્સથી દૂર પોતાના સાસરિયામાં લગ્નજીવન ગાળી રહી છે. હાલમાં જ મોહિનાએ સોશ્યલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પતિ સાથે જોવા મળે છે.

મોહિના કુમારી આ તસવીરોમાં બ્લેક સાડીમાં રોમેન્ટિક અંદાજમાં પતિ સુયશ રાવતને નિહાળતી જોવા મળે છે. મોહિનાસિંહ અને સુયશ રાવતના લગ્ન 14 ઓક્ટોબર 2019ના રોજ થયા હતા.

મોહિના ઉત્તરાખંડના કેબીનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના ઘરની વહુ છે. મોહિનાના લગ્નની વિધિ હરિદ્વારામાં થઈ હતી.

મોહિના કુમારી રીવાના રાજા પુષ્પરાજસિંહ જુદેવની પુત્રી છે. એક્ટ્રેસે 8 ફેબ્રુઆરી, 2019ના ગોવામાં સુયશ રાવત સાથે સીક્રેટ સગાઈ કરી હતી.


ગોવામાં ઓક્ટોબર 2018માં મોહિનાની રોકા વિધિ થઈ હતી. એક્ટ્રેસની રોકા સેરેમની તેના હોમ ટાઉન રીવા, મધ્યપ્રદેશમાં થઈ હતી.

રીવાના રૉયલ ફેમિલી સાથે ધરોબો રાખનાર મોહિના એક ટ્રેડ ડાન્સર છે અને સાથે કોરિયોગ્રાફર પણ છે.

મોહિના અને સુયશના લગ્નમાં એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા અને બાબા રામદેવ સહિત અને સેલેબ્સ સામેલ થયા હતા.

You cannot copy content of this page