Only Gujarat

Bollywood

સુશાંત કેસમાં કંઈક છૂપાવી રહી છે સારા? યુઝર્સે કહ્યું- ‘શરમ આવવી જોઇએ તને’

સારા સાથે જયારે પૂછપરછ થઇ તો સારાએ પણ સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશીપની વાત કબૂલી હતી. જો કે તેમણે એ પણ કહ્યું કે, એક્ટર લોયલ ન હતો. કારણ કે તે ઇચ્છતો હતો કે, જેટલી પણ સારાની ફિલ્મ બને તેમાં હિરો તરીકે તે ખુદ તેમનો જ રોલ હોય. સારાને પૂછપરછમાં અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતા. આ પૂછરપરછમાં જે સામે આવી રહ્યું છે તે ખરેખર દંગ કરી દેનાર છે.

મળતી માહિતી મુજબ સારા અલીખાનના ઘરમાં સુશાંતના હાઉસ હેલ્પર કેશવને ટ્રેક કરવામાં આવ્યો છે. જી હાં. મીડિયા રિપોર્ટસ મુજબ સારા અલીખાને સુશાંતના હાઉસ હેલ્પર કેશનને હાયર કર્યો છે. આ વાતની સ્પષ્ટતા સારાના ઘરની બહાર તૈનાત રહેતા ગાર્ડ કરી છે.

આટલું જ નહીં કેશન થોડા સમય પહેલા ગોવા જવા માટે નીકળો હતો અને તે સારાના કહેવાથી ફરી મુંબઇ આવી ગયો. સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સિદ્ધાર્થ પિઠાની, હાઉસ હેલ્પર નીરજ અને કેશવ મુખ્ય સાક્ષી છે. આ સ્થિતિમા સુશાંતના સ્ટાફને સારા હાયર કરી રહી છે. તે પણ એક નવાઇ પમાડે તેવી હકીકત છે. લોકો સારા પર આરોપ પણ લગાવી રહ્યાં છે કે, સારા આ કેસમાં કેટલીક બાબતો છુપાવી રહી છે.

તો બીજી તરફ સારાની સાથે ઇન્ડસ્ટ્રીના જાણીતા રાઇટર જાવેદ અખ્તરે પણ સુશાંતના સ્ટાફ મેમ્બરને હાયર કર્યો છે. આ સ્થિતિમાં સારાની સાથે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર સવાલ થવા પણ સ્વાભાવિક છે.

ટ્વીટર પર ફેન્સે સારા પર ઠાલવ્યો રોષ
એક યુઝર્સે લખ્યું કે, તેનો અર્થ છે કે, ‘સારા અલીખાન સંપૂર્ણ રીતે આ કાવતરામાં સામેલ હતી’ તો અન્ય એક યુઝરે ટ્વીટ કર્યું કે, ‘સારા માત્ર સતી સાવિત્રી હોવાની માત્ર એક્ટિંગ કરે છે. તો કોઇએ લખ્યું કે, ‘સારા પણ આ બધામાં ઇન્વોલ છે, ઓહ માય ગોડ’ સારા પર આક્ષેપ કરતા એક યુઝરે લખ્યું કે, તે કહ્યું કે, ‘સુશાંત લોયલ ન હતો પરંતુ તું પણ એક દોસ્ત તરીકે કે પછી એક ગર્લફ્રન્ડ તરીકે લોયલ નથી. શરમ આવવી જોઇએ તને’

કેશવ સુશાંતનો કુક હતો અને તે એક માત્ર શખ્સ છે. જેની સાથે સુશાંતે છેલ્લી વાતચીત કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ 14 જૂનની સવારે તેમણે જ સુશાંતને બ્રેકફાસ્ટ માટે પૂછ્યું હતું. આ તમામ હકીકત સામે આવ્યા બાદ સુશાંતના ફેન્સમાં રોષ વધી રહ્યો છે અને તેઓ આ કેસમાં ઝડપથી ન્યાય મળે તેવી માંગણી કરી રહ્યાં છે.

નોંધનીય છે કે, આ કેસની તપાસ ત્રણ એજન્સી કરી રહી છે. તાજેતરમાં જ એનસીબીએ ઈન્ડસ્ટ્રીના 4 અભિનેત્રીને પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન સારા અને શ્રદ્ધા કપૂરે ડ્રગ્સ લેવાનો ઇન્કાર કર્યો હતો.

 

 

You cannot copy content of this page