Only Gujarat

Bollywood

એક્ટર પોતાના કરતાં મોટી ઉંમરની યુવતીઓ સાથે રહેતો હતો રિલેશનશિપમાં, કર્યો હતો ખુલાસો

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાના પતિ અંગદ બેદી આજે પોતાનો 37મો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. તેનો જન્મ 6 ફેબ્રુઆરી 1983ના રોજ થયો હતો. પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીના દીકરા અંગદ બેદી મોડલ અને એક્ટર છે. નેહા ધૂપિયા અને અંગદ બેદીની જોડીને ફેન્સમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. લાઇફસ્ટાઇલ અને ફિલ્મો સિવાય અંગદ પોતાની પર્સનલ લાઇફને કારણે ખૂબ ચર્ચામાં રહે છે.

અંગદ બેદીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, નેહા સાથે લગ્ન કર્યા અગાઉ તે 75 યુવતીઓને ડેટ કરી ચૂક્યો છે. અંગદ સાથે ઇન્ટરવ્યૂમાં તેની પત્ની નેહા ધૂપિયા પણ સાથે હતી. આ દરમિયાન અંગદ હેદીએ નેહાના સવાલોના જવાબ આપ્યા હતા. લગ્ન અગાઉ 75 યુવતીઓને ડેટ કરનારા અંગદ બેદીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે પોતાનાથી ઉંમરમાં મોટી યુવતીઓ સાથે પણ રિલેશનશીપમાં રહ્યો છે.

અંગદે જણાવ્યું હતું કે, આ યુવતીઓ સાથે તે લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યો નથી. અંગદની આ વાતો સાંભળીને નેહા ધૂપિયા પણ આશ્વર્યમાં પડી ગઇ હતી.

અંગદે કહ્યું કે, તેનો ઘણા અનુશાસિત માહોલમાં ઉછેર થયો છે. આ માટે તે કોઇ યુવતી સાથે લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહી શક્યો નથી. એક્ટરે કહ્યું હતુ કે, તે ખૂબ શરમાળ હતો પરંતુ હવે તે નથી.

 

નોંધનીય છે કે નેહા ધૂપિયા અને અંગદ બેદીએ 2018માં લગ્ન કર્યા હતા. બંન્નેએ ગુપ્ત રીતે ગુરુદ્ધારામાં લગ્ન કર્યા હતા. આ જાણકારી કપલે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી હતી.

ગુપ્ત રીતે લગ્ન કરવા પાછળનું કારણ નેહા પ્રેગનન્ટ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. લગ્નના કેટલાક સમય બાદ નેહાની પ્રેગનન્સીનો રિપોર્ટ સામે આવ્યો હતો ત્યારબાદ કહેવામાં આવી રહ્યં હતું કે, તે લગ્ન અગાઉથી જ પ્રેગનન્ટ હતી જેથી તેણે ઉતાવળમાં લગ્ન કરી લીધા હતા.નેહા અને અંગદના વર્કફ્રંટની વાત કરીએ તો અંગદ અમેઝોન પ્રાઇમની વેબ સીરિઝ ઇનસાઇડ એજની સીઝન-2માં જોવા મળ્યા હતા.

આ સીરિઝને ફરહાન અખ્તરની કંપનીએ પ્રોડ્યુસ કરી હતી. તે આ શોમાં ક્રિકેટરની ભૂમિકામાં હતો.નેહા ધૂપિયા પોતાના શો નો ફિલ્ટર વિથ નેહાને લઇને ચર્ચામાં રહેતી હોય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page