Only Gujarat

Bollywood

પતિદેવ કરી રહ્યાં હતાં કસરત ત્યારે અચાનક પીઠ પર બેસી ગઈ પ્રિયંકા ચોપરા પછી….

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અત્યારે તેમના પતિ નિક જોનાસ સાથે અમેરિકામાં રહે છે. કોરોના મહામારી દરમિયાન પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં તેમના ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને ઘણીવાર તેમના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે 10 વર્ષ નાના પતિ નિક જોનાસની પીઠ પર બેસેલી જોવા મળી હતી. પ્રિયંકાનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, લોકો આ ફોટો પર રસપ્રદ કોમેન્ટ્સ કરી રહ્યાં છે.

પ્રિયંકા ચોપરાએ આ ફોટો શેર કરતાં લખ્યું કે, ‘પુશઅપ્સ મારી ફેવરેટ એક્સરસાઇઝ છે.’ ઉલ્લેખનીય છે કે, ફોટોમાં નિક જોનાસ પુશઅપ્સ કરી રહ્યાં છે અને પ્રિયંકા ચોપરા અચાનક તેમની પીઠ પર બેસી જાય છે.

પ્રિયંકા અને નિકનો આ અંદાજ જોઈ એક શખ્સે કોમેન્ટમાં લખ્યું કે, ‘અત્યારે સુધીના સૌથી ક્યૂટ કપલ છે.’ તે એક બીજા શખ્સે કહ્યું કે, ‘તમારા બંનેની જોડી સુંદર છે.’

ફોટોમાં પ્રિયંકા બ્લેક ટીશર્ટ અવે બ્લેક પેન્ટમાં જોવા મળી રહી છે તો ત્યાં નિક જોનાસ પણ બ્લેક ટ્રેકસૂટમાં દેખાઈ રહ્યાં છે. નિક અને પ્રિયંકા ઘણીવાર એક બીજા માટે પોતાનો પ્રેમ જાહેર કરતાં ફોટો અને વીડિયો શેર કર્યો છે.

પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનો એવોર્ડ જીત્યો હતો ત્યારે તેમના થનારા પતિ એટલે કે નિક જોનાસ માત્ર 8 વર્ષના હતાં અને તે ત્રીજા ધોરણમાં ભણતાં હતાં.

નિક જોનાસનો જન્મ 16 ડિસેમ્બર, 1992એ થયો હતો. પ્રિયંકા અને નિકની પહેલી મુલાકાત ટીવી સિરીઝ ‘ક્વૉન્ટિકો’ના સેટ પર એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. આ પછી વર્ષ 2017માં બંને મેટ ગાલા ઇવેન્ટમાં પણ હાથમાં હાથ નાખી જોવા મળ્યાં હતાં.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન 1 અને 2 ડિસેમ્બર, 2018એ જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં થઈ હતી. આ લગ્ન હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી થયાં હતાં. લગ્ન પછી પ્રિયંકાએ દિલ્હી અને મુંબઈમાં ગ્રાન્ડ રિશેપ્શન આપ્યું હતું.

નિક જોનાસને કુલ 4 ભાઈ છે. કેવિન જોનાસ (32 વર્ષ) સૌથી મોટા છે. એટલે કે પ્રિયંકા ચોપરાના જેઠ તેમનાથી 6 વર્ષ મોટા છે. આ પછી, જો જોનાસ (30 વર્ષ), નિક જોનાસ (27 વર્ષ) અને ફ્રેન્કી જોનાસ (19 વર્ષ)ના છે. નિકને કોઈ બહેન નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચાપરાએ હાલમાં જ એમોઝોન સાથે બે વર્ષની ‘મલ્ટીમિલિયન ડૉલર ડીલ’ સાઇન કરી છે. આ વાતની જાણ પ્રિયંકાએ ખુદ ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. આ સાથે જ તે જલ્દી જ હૉલિવૂડ સ્ટાર કિયાનૂ રિવ્સની ફિલ્મ મેટ્રિક્સ 4માં પણ જોવા મળશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page