Only Gujarat

Bollywood

આ છે ‘તારક મહેતા..’ના કલાકારોનો આ છે Real પરિવાર, કંઈક આ અંદાજમાં મળે છે જોવા

મુંબઈઃ લોકપ્રિય ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મેહતાનો રોલ કરતા એક્ટર શૈલેષ લોઢા 51 વર્ષના થઈ ગયા છે. 15 જુલાઈ 1969માં જોધપુરમાં જન્મેલા શૈલેષ રિયલ લાઈફમાં એક લેખક છે અને ઘણા કવિ સંમેલન હોસ્ટ કરી ચૂક્યા છે. તેમને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ઓફર પણ એક સીરિયલને હોસ્ટ કરતા સમયે જ મળી હતી.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ અગાઉ શૈલેષ લોઢા ‘વાહ વાહ ક્યા બાત હૈ’નામનો કાર્યક્રમ હોસ્ટ કરતા હતા. જે કવિ સંમેલન જેવો હતો. એકવાર સેન્ટ એન્ડ્રૂઝ કોલેજમાં આ શોની લાઈવ પર્ફોર્મન્સ ચાલી રહી હતી ત્યારે જ શૈલેષની મુલાકાત અસિત કુમાર મોદી સાથે થઈ. જે પછી અસિતે શૈલેષને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની ઓફર આપી. શૈલેષના પરિવારમાં તમામ લેખક છે. તેમની પત્ની ડૉ. સ્વાતિ લોઢા એક મેનેજમેન્ટ લેખક છે, જ્યારે દીકરી પણ એક લેખિકા છે.

પત્રકાર પોપટલાલ જે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કુંવારા છે અને લગ્ન કરવા માટે ભારે ધમપછાડા કરે છે તે વાસ્તવિક જીવનમાં પરિણીત છે. તસવીરમાં પોપટલાલ ઉર્ફ શ્યામ પાઠકની સાથે તેમની પત્ની રેશમી, દીકરી નિયત્રી અને મોટો દીકરો પાર્થ અને નાનો દીકરો શિવમ.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં આત્મારામ ભિડેનો રોલ કરતા મંદાર ચંદાવરકર પત્ની સ્નેહલ અને દીકરા પાર્થ સાથે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના પિતા ચંપકનો રોલ કરતા અમિત ભટ્ટ પત્ની કૃતિ અને ટ્વિન્સ પુત્રો દેવ તથા દીપ સાથે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં માધવી ભિડેનો રોલ કરતી સોનાલિકા જોશી પતિ સમીર અને દીકરી આર્યા સાથે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બાઘાનો રોલ કરતો તન્મય વેકરિયા પત્ની મિત્શુ અને દીકરી વૃષ્ટિ સાથે. તસવીરમાં જમણે તેના ભાઈ-ભાભી અને ભત્રીજીને જોઈ શકાય છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ મેહતાનો રોલ કરતી નેહા મેહતા માતા-પિતા અને બહેન સાથે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં લીડ કેરેક્ટર એવા જેઠાલાલનો રોલ કરતા દિલીપ જોશી દીકરા રિત્વિક, દીકરી નિયતિ અને પત્ની જયમાલા સાથે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલના પત્ની દયાનો રોલ કરતા દિશા વાકાણી પતિ મયૂર પડિયા સાથે. મયૂર મુંબઈ બેઝડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને દિશા સાથે તેમણે 24 નવેમ્બર 2015માં લગ્ન કર્યા હતા. દિશા અને મયૂરને એક દીકરી છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ડૉકટર હાથીના પત્ની કોમલના રોલમાં જોવા મળતા અંબિકા રંજનકર પતિ અરુણ અને દીકરા આર્થવ સાથે.

You cannot copy content of this page