Only Gujarat

Bollywood FEATURED

જેવી તેવી નહીં પણ ચાંદીના વાસણોથી શિલ્પા શેટ્ટીએ કરી માતા લક્ષ્મીની પૂજા

મુંબઈ: શિલ્પા શેટ્ટી માટે આ દિવાળી ખૂબ જ ખાસ હતી કારણ કે તેમની દિકરી સમીશા શેટ્ટી કુંદ્રાની આ પહેલી દિવાળી હતી. દિવાળીના આ ખાસ મોકા પર શિલ્પાએ દિકરી સમીશા, દિકરા વિયાન અને પતિ રાજ કુંદ્રાની સાથે દિવાળીની પૂજા કરતો વીડિયો શેર કર્યો છે, જેમાં તમામ લોકો ભગવાન ગણેશ અને મા લક્ષ્મીની આરતી કરતા નજર આવી રહ્યા છે. શિલ્પાએ દિકરીને ખોળામાં લીધી અને આરતી કરી રહી છે. શિલ્પાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને તેના પર ખૂબ જ રિએક્શન આવી રહ્યા છે. શિલ્પા આ દરમિયાન ટ્રેડિનશલ લૂકમાં ખૂબ જ ખૂબસૂરત નજર આવી. આ સમયે તેની સાથે માતા સુનંદા શેટ્ટી પણ હતી.

શિલ્પાએ પહેલા ચાંદીની થાળીમાં દિવો રાખીને મા લક્ષ્મીની પૂજા કરી. જે બાદ દિકરીની પણ પૂજા કરી. પછી તમામે મળીને દિવાળી મનાવી.

શિલ્પા પીચ કલરના ડ્રેસમાં નજર આવી રહી છે. એ જ કલરનું સમીશાએ ફ્રૉક પહેરેલું છે. શિલ્પાએ વીડિયો શેર કરીને કહ્યું કે- દિવાળી એક એવો તહેવાર છે જ્યારે પરિવાર એક સાથે પ્રાર્થના કરી રહ્યા છે અને આ પરિવારનો સૌથી મોટો પર્વ છે જ્યારે સૌ મળીને મા લક્ષ્મીને પ્રાર્થના કરે છે. અને આ મારી દિકરી સમીશાની પહેલી દિવાળી છે. મા લક્ષ્મી હંમેશા તમારા પર કૃપા બનાવી રાખે. હેપ્પી દિવાળી.

શિલ્પાએ આખા પરિવાર સાથે મા લક્ષ્મીની પૂજા કરી અને તમામને દિવાળીની શુભકામનાઓ આપી.

દિકરીને તેડીને પતિ, માતા અને દિકરા સાથે મા લક્ષ્મીની આરતી કરતી શિલ્પા શેટ્ટી.

પતિ રાજ કુંદ્રા સાથે પોઝ આપતી શિલ્પા શેટ્ટી.

શિલ્પા શેટ્ટીએ દિવાળી પર ડિઝાઈનર અનીતા ડોગરેનો ડ્રેસ પહેર્યો હતો.

દિવાળીના દિવસે શિલ્પાએ રંગોળી બનાવતો વીડિયો શેર કર્યો હતો, જેમાં તેના દિકરા વિઆન અલગ અંદાજમાં દિવાળી વિશ કરતા નજર આવ્યા હતા.

વીડિયો શેર કરતા શિલ્પાએ લખ્યું હતું કે- આ વર્ષેની સૌથી સરસ અને સારી પળ. દિવાળીના પહેલા દિવસે વિઆન અને હું રંગોળી બનાવી રહ્યા છે. મા લક્ષ્મીના સ્વાગતનો સૌથી સારો ઉપાય.

શિલ્પા શેટ્ટીએ આ દરમિયાન ડાર્ક પિંક કલરની સાડી પહેરી હતી. તે અને દિકરો વિઆન મસ્તી કરતા નજર આવી રહ્યા હતા.

You cannot copy content of this page