Only Gujarat

Bollywood FEATURED

અનુષ્કા શર્માને જઈ રહ્યો છે સાતમો મહિનો, પેટ છૂપાવવા માટે હવે પહેરે છે સાવ ઢીલા ડ્રેસ

મુંબઈ: કોરોના મહામારીના કારણે ગયા વર્ષ કરતા દિવાળી ફિકી નજર આવી રહી છે. બોલીવુડ સેલેબ્સે પણ આ વખતે શાનદાર પાર્ટી કરવાના બદલે ઘરમાં પરિવાર સાથે ઉજવણી કરી છે. આ દરમિયાન જલ્દી જ મા બનવા જઈ રહેલી અનુષ્કાએ પતિ વિરાટ સાથે ઘરમાં સમય વિતાવ્યો. કોરોનાના થીમને ધ્યાનમાં લઈ અનુષ્કાએ ડેકોરેશન પણ કર્યું.

દિવાળીના ખાસ મોકા પર અનુષ્કાએ ઘરની ખાસ સજાવટની તસવીર શેર કરી છે. અભિનેત્રીએ સેનિટાઈઝરની બોટલ ટેબલ પર રાખીને તેને ફૂલોથી સજાવી છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘જે સમયમાં આપણે રહી રહ્યા છે તેમાં હેન્ડ સેનિટાઈઝર પણ ડેકોરેશનનો ભાગ છે. આ સિવાય અનુષ્કાએ ફૂલ અને દીવડાથી રંગોળી પણ બનાવી.’

અનુષ્કા અને વિરાટના દિવાળી સેલિબ્રેશનના કેટલાક ફોટોસ સામે આવ્યા છે. અનુષ્કાએ તે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોસમાં તે પોતાના બેબી બંપને લૂઝ કુર્તામાં છૂપાવવાનો પુરો પ્રયાસ કરી રહી છે. અનુષ્કાએ આ લૂકમાં વાળ ખુલ્લા રાખ્યા હતા અને મોટા ઝુમકા પહેર્યા હતા. અનુષ્કાનો ઑવરઓલ લૂક ખૂબ જ સરસ લાગી રહ્યો હતો.

જણાવી દઈએ કે અનુષ્કા હાલ પોતાના પ્રેગનેન્સી પીરિયડને માણી રહી છે. તે પોતાના ડાયેટનું ખાસ ધ્યાન રાખે છે. અહેવાલો પ્રમાણે તે નવા વર્ષે પોતાના બાળકને જન્મ આપશે.

અનન્યા પાંડે દિવાળીના મોકા પર પીળા રંગના સૂટમાં નજર આવી. તે પોતાની માતા ભાવના પાંડે સાથે દિવાળી સેલિબ્રેટ કરતી નજર આવી.

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથે પોતાાના સાસરિયે એટલે કે વિદેશમાં દિવાળી મનાવી. પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેની તસવીરો શેર કરી છે.

નીતૂ સિંહ હાલ અનિલ કપૂર સાથે પોતાની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તેણે અનિલ, પત્ની સુનિતા અને વરુણ ધવન સાથે દિવાળી પૂજા કરી.

સોહા અલી ખાને પતિ કુનાલ ખેમૂ અને દીકરી ઈનાયા સાથે દિવાળી મનાવી.

આલિયા ભટ્ટે દિવાળી પર પિંક કલરનો લહેંગો પહેર્યો હતો.

રિતેશ દેશમુખ પણ દિવાળી પર દીકરાઓ સાથે નજર આવ્યા. ત્રણેયે મેચિંગ કપડા પહેર્યા હતા.

દિવાળી પર પંકજ ત્રિપાઠીએ લક્ષ્મી પૂજન કર્યું. તેમના પત્ની કોઈ વાત પર ખિલખિલાતા નજર આવ્યા.

રકુલ પ્રીત સિંહે દિવાળી પર સિલ્વર કલરનો લહેંગો પહેર્યો, જેમાં તે ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી.

રકુલ પ્રીત સિંહે દિવાળી પર સિલ્વર કલરનો લહેંગો પહેર્યો, જેમાં તે ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી.

બિપાશા બાસુ દિવાળીના મોકા પર રોમાન્ટિક મૂડમાં નજર આવી.

You cannot copy content of this page