Only Gujarat

Bollywood

‘દેવો કે દેવ મહાદેવ’ની પાર્વતીનો હોટ અંદાજ, રેડ ક્રોપ ટોપમાં બતાવ્યો જલવો!

મુંબઈઃ બોલિવૂડ અને ટીવી સેલેબ્સમાં કેટલાક કિસ્સાઓને યાદ કરતા જુના -નવા ફોટો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. હાલ ટીવીનો પોપ્યુલર શો ‘દેવો કે દે મહાદેવ’ માં પાર્વતની ભૂમિકા અદા કરતી સોનારિક ભદોરિયાએ તેની કેટલીક હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોમાં તે ખૂબ જ સુંદર દેખાઇ છે. જો કે તેની એક ભૂલના કારણે તે યુઝર્સના નિશાના પર આવી ગઇ છે અને તેની ફોટો પર જોરદાર કમેન્ટ થઇ રહી છે.

સોનારિકાએ જે ફોટો શેર કર્યો છે. તેમાં તેમણે લાલ રંગનું ક્રોપ ટોપ અને બ્લૂ ડેનિમ પહેર્યું છે. સોનારિકા આ ફોટોના કારણે હાલ ટ્રોલ થઇ રહી છે. જો કે તેણે ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. સોનારિકાનાટ્રોલ થવાનું સૌથી મોટું કારણ તેમની ઢીલી જિન્સ હતું. તેણે જે જિન્સ પહેર્યું છે, તે તેની કમરથી ખૂબ જ લુઝ જોવા મળે છે.

સોનારિકાને જોઇને એક યુઝરે કમેન્ટ કરી હતી, ‘તુમ તો સુખ કે મર જાઓ’ જો કે આ કમેન્ટ પર સોનારિકાને એટલો ગુસ્સો આવ્યો કે તેણે લખ્યું કે, ‘તુમ તો ઇતને ફૂલે હો કી ફટ કર ન મરે અબ તક? એક યુઝરે તો કમેન્ટ કરતા લખ્યું કે, ’28ની સાઇઝ છે, તો 34ની સાઇઝ કેમ લીધી’. આ કમેન્ટ પર સોનારિકાએ લખ્યું કે, ‘શું તમારા પાપાએ પેન્ટના પૈસા આપ્યા છે? નહીં ને. તો ચૂપ જ રહો’

એક યુઝર્સે લખ્યું, ‘દીદી પેન્ટ ખૂબ જ ઢીલું છે’ તો સોનારિકાએ જવાબ આપતા લખ્યું, ‘બિલકુલ તારા મગજના પેચ જેવી’ એક અન્યે સલાહ આપતા લખ્યું કે, ‘બેલ્ટ પહેરી લે સોના.’ 27 વર્ષની સોનારિકાએ 2011માં ‘તુમ દેના સાથ’ ટીવી શોથી ડેબ્યૂ કર્યું હતું. જો કે તેને ‘દેવો કે દેવ મહાદેવ’ની સિરિયલમાં કામ કર્યા બાદ ઓળખ મળી. આ સિરિયલમાં તે પાર્વતીની ભૂમિકા અદા કરી રહી હતી. આ સિવાય તેણે કેટલીક સાઉથ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

સોનારિકાનું બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે જોડાયેલું નથી. તેના પિતા કન્સ્ટ્રકશનનો બિઝનેસ કરે છે અને માતા હાઉસ વાઇફ છે. 2 ડિસેમ્બર 1992માં મુંબઇમાં જન્મેલી સોનારિકાએ મુંબઇની યશોધામ હાઇસ્કૂલ એન્ડ સીનિયર કોલેજમાં અભ્યાસ કર્યો છે. એક્ટિંગની સાથે તે મોડલિંગનું કામ પણ કરે છે. જો કે હાલ તે કોરોનાના સમયમાં ઘરે જ એન્જોય કરી રહી છે.

You cannot copy content of this page