Only Gujarat

Bollywood

3 મહીના પછી ઘરની બહાર જોવા મળી સૈફની દીકરી પછી આ રીતે કર્યું રિએક્ટ

મુંબઈઃ દેશમાં અનલૉક – 2 લાગૂ છે. જેમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. દેશમાં સતત કોરોનોના કેસ વધી રહ્યા છે. એવામાં મુંબઈમાં સિરિયલ, વેબ સિરીઝ અને ફિલ્મના શૂટિંગ માટે શરતો સાથે મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન બોલિવૂડ સ્ટાર સારા અલી ખાન, અભિષેક બચ્ચન, ટાઇગર શ્રોફ, અનિલ કપૂર અને ડેઝી શાહ સહિતના સ્ટાર્સ મુંબઈના અલગ-અલગ વિસ્તારમાં સ્પોટ થયાં હતાં.

સારા અલી ખાન ફિલ્મ મેકર આનંદ એલ રાયની ઓફિસ બહાર જોવા મળી હતી. સારા અલી ખાને મીડિયાના ફોટોગ્રાફર્સને હાથ જોડી શિશ ઝુકાવી અભિવાદન કર્યું હતું. તો, અભિષેક બચ્ચન પણ ડબિંગ સ્ટૂડિયો બહાર શિશ ઝુકાવીને જોવા મળ્યા હતાં.

3 મહીના પછી બહાર નીકળેલી સારા અલી ખાન પિંક શૂટમાં જોવા મળી હતી. સાથે જ સારા અલી ખાને ફેસ પર માસ્ક પહેર્યું હતું. સારા અલી ખાન ખૂબ જ ફ્રેશ અને એનર્જેટિક જોવા મળી હતી.

અભિષેક બચ્ચન પિંક કરલના હુડ જેકેટ અને જીન્સમાં જોવા મળ્યા હતાં. તેમણે વાળમાં હેરબેન્ડ અને ચહેરા પર માસ્ક પહેર્યું હતું.

અનિલ કપૂર તેમના ઘરની બહાર બ્લેક ટી-શર્ટ અને લોઅરમાં જોવા મળ્યા હતાં. તેમણે પણ મીડિયાના ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું હતું.

ટાઇગર શ્રોફ પણ મુંબઈની ગલીઓમાં જોવા મળ્યા હતાં. ટાઇગર શ્રોફ એવી જગ્યાએ જોવા મળ્યા હતાં જ્યાં તેમને કીચડમાં ચાલવું મુશ્કેલ થઈ રહ્યું હતું.

અમિત સાધ હાથમાં પાણીની બોતલ સાથે જોવા મળ્યા હતા.

ડેઝી શાહ બ્લૂ કલરના ટી-શર્ટમાં જોવા મળી હતી. તે તેમના મોબાઇલમાં ફોટો ક્લિક કરતી જોવા મળી હતી.

મંદિરા બેદી કેપ અને માસ્કમાં મોર્નિંગ વોક કરતી જોવા મળી હતી.

મલ્લિકા શેરાવત પણ મુંબઈના રોડ પર જોવા મળી હતી.

ફેશન ફોટોગ્રાફર ડબ્બૂ રતનાની તેમની પત્ની સાથે જોવા મળ્યા હતાં.

અંગદ બેદી તેમની પત્ની નેહા ધૂપિયા સાથે એરપોર્ટ પર સ્પોટ થયાં હતાં.

નિમરત કૌર પણ મુંબઈના રોડ પર ફરતી જોવા મળી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page