Only Gujarat

Bollywood

ઐશ્વર્યાની સુંદરતાનો દીવાનો હતો સુશાંત, આ જોઈને શરમાઈ ગઈ હતી એશ

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે 14 જૂને મુંબઈના પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ફાંસીની વાત સાબિત થઈ છે. 34 વર્ષિય સુશાંતનો સોમવારે મુંબઇમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. તેમના પિતા કે.કે.સિંઘ, મોટી બહેન અને પિતરાઇ ભાઇ ધારાસભ્ય નીરજ કુમાર મુંબઇ પહોંચ્યા છે. જણાવી દઈએ કે સુશાંત એક કુશળ અભિનેતા સિવાય તેની ડાન્સિંગ સ્કીલ્સ માટે પણ જાણીતા હતા. સુશાંત ઐશ્વર્યા રાયના મોટા ચાહક હતા. જ્યારે તેણે તેની કારકિર્દીની શરૂઆત પણ કરી ન હતી, ત્યારથી જ તે ઐશ્વર્યાના દીવાના હતા.

ઐશ્વર્યા રાયે 2006માં દિલ્હીમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ડાન્સ કર્યો હતો. ખાસ વાત એ છે કે તે પર્ફોર્મન્સમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે સુશાંત સિંહ રાજપૂત પણ તેમની સાથે હતા. એટલું જ નહીં, આ પર્ફોર્મન્સ દરમિયાન તેમણે ઐશ્વર્યાને ઉંચકી પણ લીધી હતી.

આ વાત ત્યારની છે, જ્યારે સુશાંતે અભિનયની શરૂઆત પણ કરી ન હતી. તે સમયે સુશાંત કોરિયોગ્રાફર શ્યામક દાવરના ડાન્સ ગ્રુપમાં કામ કરતા હતા અને તેના કારણે તેને કોમનવેલ્થ ગેમ્સમાં ડાન્સ કરવાની તક મળી હતી. સુશાંતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે ઐશ્વર્યા રાયને ઉઠાવી તો લીધી પરંતુ તે તેને નીચે ઉતારતા જ ભૂલી ગયા હતા. હકીકતમાં, સુશાંત ઐશ્વર્યાના એટલા મોટા ચાહક હતા કે તે તેને ઉઠાવ્યા પછી નીચે ઉતારવાનું ભૂલી ગયા. ઐશ્વર્યા પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

જણાવવાનું કે સુશાંતની અભિનય કારકિર્દીની શરૂઆત 2008 માં ટીવી સીરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’થી થઈ હતી. આ પછી તેને ‘પવિત્ર રિશ્તા’માં કામ કરવાની તક મળી. સુશાંતે શ્યામક દાવરની ડાન્સ એકેડમીમાં તાલીમ લીધી હતી, જેના કારણે તે ડાન્સ રિયાલિટી શોમાં જોડાયા. તેમણે 2010 ની જરા નચકે દિખા 2 માં એક કોન્ટેસ્ટેન્ટ તરીકે ભાગ લીધો હતો. જ્યાં તે મસ્ત કલંદર બોયઝ ટીમનો ભાગ હતા.

સુશાંતે 2010 માં ‘ઝલક દિખલા જા’ સીઝન 4માં પણ ભાગ લીધો હતો. આ શોમાં તે કોરિયોગ્રાફર શમ્પા સોંથાલીયા સાથે જોડવામાં આવ્યા હતા. તે ડાન્સ રિયાલિટી શોના પ્રથમ રનર અપ હતા. અહીં જણાવીએ કે, સુશાંત છેલ્લા 6 મહિનાથી સ્ટ્રેસમાં હતા. પોલીસને તેના ફ્લેટમાંથી કેટલાક મેડિકલ રિપોર્ટ્સ પણ મળી આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની કોરોના તપાસ પણ થઈ હતી. જે નેગેટિવ આવી છે. અભિનેતાના અંતિમ સંસ્કાર સોમવાર બપોર બાદ મુંબઈમાં કરવામાં આવ્યા.

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ ‘છીછોરે’ હતી. તેમના મૃત્યુ પર બોલિવૂડ શોકમગ્ન છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તમામ કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.

You cannot copy content of this page