Only Gujarat

International

લગ્ન પછી દંપતીને ખબર જ નહોતી કે બાળક પેદા કરવા માટે સેક્સ કરવું પડે, ચોંકાવનારો કિસ્સો

જો તમને લાગે કે માત્ર ભારતમાં સેક્સ-એજ્યુકેશન અભાવ છે, તો તમે ખોટા છો. વિશ્વમાં ઘણા માતાપિતા છે જેઓ જાણતા નથી કે બાળકના જીવનમાં સેક્સ-એજ્યુકેશન કેટલું મહત્વનું છે. સેક્સ-એજ્યુકેશનના અભાવને લીધે, બાળકોને ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલમાં જ ન્યૂયોર્કની એક નર્સે એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં, તેમણે તેમના તબીબી જીવનના 40 વર્ષનો અનુભવ શેર કર્યો છે. નર્સે પુસ્તકમાં કંઈક આવા જ ઘટસ્ફોટ કર્યા, જે ખરેખર આશ્ચર્યજનક છે. તેમને જાણીને તમે પણ હસી પડશો અને સેક્સ એજ્યુકેશન કેમ મહત્વનું છે, તે પણ સમજશો.

59 વર્ષીય રેચલ હેરિસન છેલ્લા 40 વર્ષથી ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. હવે તેણે હેન્ડલ વિથ કેર નામનું પોતાનું એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં, રેચલે છેલ્લા 40 વર્ષના તબીબી જીવનનો અનુભવ લોકો સાથે શેર કર્યો છે. આમાં તેણે આવા ઘણાં કિસ્સાઓ કહ્યા છે, જે આશ્ચર્યજનક છે. પોતાના નવા પુસ્તક વિશે જણાવતા, રેચલે કહ્યું કે એક બાબત જે તેના આખા જીવન માટે યાદ રહેશે. તેમના સંપર્કમાં એક દંપતી આવ્યું હતું. દંપતીનાં લગ્નને ઘણાં વર્ષ થયાં હતાં, પરંતુ બંને સંતાનથી વંચિત હતા.

નર્સે આ અંગે પુસ્તકમાં લખ્યું છે કે દંપતીના મેડિકલ રિપોર્ટ્સ પણ સામાન્ય હતા. આ હોવા છતાં, તેમને બાળક નહોતું થઇ રહ્યું.જ્યારે રેચલે તેમની સેક્સ લાઇફ વિશે વાત કરી ત્યારે રેચલ આશ્ચર્યચકિત થઈ ગઈ. ખરેખર, આ દંપતીને ખબર જ નહોતી કે લગ્ન પછી સેક્સ કરવાનું હોય છે, ત્યારબાદ જ બાળકો થાય છે.

રેચલે પુસ્તકમાં લખ્યું છે કે બાળપણથી જ, આ દંપતીને વાર્તાઓમાં કહેવામાં આવ્યું હતું કે પરીઓ જ બાળકને ખોળામાં મૂકી જાય છે. આ દંપતીને સેક્સ અંગે કોઈએ પણ જણાવ્યું જ નહોતું.

આવી સ્થિતિમાં, જ્યારે બંનેના લગ્ન થયાં હતાં, ત્યારે બંને જાણતા જ ન હતા કે તેઓને લગ્ન પછી સેક્સ કરવું પડશે. પછી જ બાળકો થશે. દંપતીએ તેમની સારવારમાં લાખો ખર્ચ કર્યા પણ તેમ છતાં તેમને સંતાન પ્રાપ્તિ થઇ નહિ. નર્સે કહ્યું કે આ ઘટના પછી સમજાયું કે સેક્સ-એજ્યુકેશન કેટલું મહત્વનું છે. નર્સે દંપતીને સેક્સ વિશે માહિતી આપી, ત્યારબાદ તેમને શારીરિક સંબંધ વિશે જાણ થઈ હતી.

You cannot copy content of this page