16 વર્ષનો દીકરો પહેરે છે મમ્મીના કપડાં, જોઈને બોલી ઉઠશો…હાય…હાય…કેવો લાગે છે

ઈંગ્લેન્ડના સ્ટૉકપોર્ટ શહેરમાં રહેતા 16 વર્ષીય સૈમ એલ્પિકને પોતાની માતાના કપડા પહેરવાનો શોખ છે, તે ઘણીવાર માતાના કપડા પહેરેલો જોવા મળે છે, જોકે આ મુદ્દે તેની માતાની પ્રતિક્રિયા પણ ચોંકાવનારી રહી. સૈમ એલ્પિક પોતાની માતા જૈનર અને 4 ભાઈ-બહેન સાથે રહે છે.

જૈનરે જણાવ્યું કે, એકવાર તેણે શોપિંગ વેબસાઈટથી લેપર્ડ પ્રિન્ટનો બેલ્ટેડ ડ્રેસ મંગાવ્યો હતો જે તેને થયો નહીં. તે આ ડ્રેસ પરત કરવા માગતી હતી પરંતુ ત્યાંસુધીમાં દીકરાએ તે ડ્રેસ પહેરી લીધો હતો. આ ડ્રેસ તેને ફીટ આવ્યો હતો પરંતુ આ ડ્રેસ યુવતીઓ માટેનો હતો.

જૈનરે પ્રારંભમાં આ વસ્તુ હાસ્યાસ્પદ લાગી. પરંતપ સૈમ ડ્રેસમાં ઘણો ખુશ જોવા મળ્યો. તે ડ્રેસ પોતાની પાસે રાખવા માગતો હતો અને આ મુદ્દે ગંભીર હતો. સેમ ડ્રેસ સાથે મેકઅપ કરીને આવ્યો તો તેની માતા જોઈને દંગ રહી ગઈ. સેમને ડ્રેસ પસંદ હોવાથી જૈનરે તે દીકરીઓને બદલે પોતાના દીકરાને ડ્રેસ આપી દીધો હતો.

જૈનરે જણાવ્યું કે, દીકરો Ru Paul નો મોટો ફેન છે અને તેની જેમ ડ્રેગ ક્વિન બનવા માગે છે. પોતાના શોખ વિશે સેમે જણાવ્યું કે,‘જ્યારે હું માતાના કપડા પહેરું છું તો હું વધુ સ્વતંત્ર અનુભવું છું. હું આળસું વ્યક્તિના સ્થાને સ્ટાર બન્યાનો અનુભવ કરું છું.

મને ઓનલાઈન પોઝિટિવ કોમેન્ટ્સ મળી રહી છે. મે જે કપડા પહેર્યા છે તે મને મારી માતાએ આપ્યા છે અને મને તે ગમે છે. મારા મિત્રો પણ મને સપોર્ટ કરે છે.’સોશિયલ મીડિયા પર માતા-દીકરાની બોન્ડિંગની પણ પ્રશંસા થઈ રહી છે.