Only Gujarat

Bollywood

એક તસુભાર પણ ઓછી નથી થઈ ‘સુમન’ની સુંદરતા, આજની હીરોઈનો તેની સામે ભરે પાણી

સલમાન ખાનની પહેલી ફિલ્મ મૈંને પ્યાર કિયામાં તેની લેડી લવ બની ગયેલા ભાગ્યશ્રીએ એક જ ફિલ્મ બાદ બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેની તસવીરો જોતા, તમે તેની ઉંમરનો અંદાજ લગાવી નહિ શકો. જી હા, એક જ ફિલ્મથી બોલિવૂડમાં ખ્યાતિ મેળવનાર ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જેમાં તેમના શાનદાર દેખાવ જોવા મળી રહયા છે. જુઓ સલમાન ખાનની આ હિરોઇનના બેસ્ટ લૂક…

યોગ અને કસરત દ્વારા પોતાને ફીટ રાખનારા ભાગ્ય શ્રી 51 વર્ષના થઈ ગયા છે. પણ તેમની ફિટનેસ અને ગ્લોઇંગ સ્કિન જોતા એવું લાગતું નથી.ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ભાગ્યશ્રીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત એક ટેલિવિઝન સિરિયલથી કરી હતી. જેનું નામ હતું કચ્ચી ધૂપ.

સાડી હોય કે શોર્ટ ડ્રેસ, તેઓ દરેક વખતે તેમના લૂકથી લોકોને ઈમ્પ્રેસ કરી નાખે છે. ભાગ્ય શ્રી સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય રહે છે અને વારંવાર પોસ્ટ કરતા રહે છે.

બોટલ ગ્રીન ગાઉનમાં ભાગ્યશ્રી ખુબ જ સુંદર લાગે છે. વન શોલ્ડર અને થાઇ હાઈટ સ્લિટ ગાઉન સાથે ભાગ્યશ્રીનો લુક અત્યંત આકર્ષક છે. જેને જોઈને તેમની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

ભાગ્યશ્રી ઘણી સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે, પરંતુ લાઇફ ઓકે પર તેમની પ્રસારિત સિરીયલ લૌટ આઓ તૃષા, સૌથી વધુ ચર્ચામાં હતી.ટોન્ડ લેગ્સ અને એક એજલેસ ફેસ અને પીળા રંગના ટોપમાં ભાગ્યશ્રીને ઓળખવું પણ મુશ્કેલ છે.

આ તસવીરો જોઈને તેમની ફીટનેસનો અંદાજ લગાવી શકાય છે.


ભાગ્યશ્રીનો રોયલ લૂક.

You cannot copy content of this page