Only Gujarat

Bollywood FEATURED

સુનિલ શેટ્ટીને તેનાં સાસુ-સસરાંને મનાવવા માટે 9 વર્ષ લાગ્યા હતાં, કારણ જાણીને ચોંકી જશો

મુંબઈઃ કોરોનાને લીધે લૉકડાઉનમાં બોલિવૂડ સેલેબ્સ તેમની યાદગાર તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. આ દરમિયાન સુનિલ શેટ્ટીએ અને તેમની ફેમિલીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે પન્ની માના, દીકરી અથિયા અને દીકરા અહાન સાથે જોવા મળી રહ્યા છે. સુનિલ શેટ્ટીએ વર્ષ 1991માં માના કાદરી સાથે લગ્ન કર્યાં હતાં. માના સાથે લગ્ન કરવાં સુનિલ શેટ્ટીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુનિલ શેટ્ટીને તેમનાં સાસું-સસરાને મનાવવામાં 9 વર્ષનો સમય લાગ્યો હતો.

મૂળ સાઉથ ઇન્ડિયાના સુનિલ શેટ્ટીએ ગુજરાતના એક મુસ્લીમ પરિવારની માના કાદરી સાથે લગ્ન કર્યાં હતાં. બંનેની પ્રેમ કહાની એક પેસ્ટ્રી શૉપથી શરૂ થઈ હતી. ત્યાં સુનિલે પહેલીવાર માનાને જોઈ અને દીલ આપી બેઠાં હતાં.

ઉલ્લેખનીય છે કે, માનાનાં દીલ સુધી પહોંચવા સુનિલને પહેલાં તેની બહેન સાથે ફ્રેન્ડશિપ કરી હતી. પછી માના સાથેની પહેલી મુલાકાતમાં સુનિલે તેને પ્રપોઝ કર્યું હતું. માનાએ પણ સુનિલના આ પ્રપોઝને તરત જ એક્સેપ્ટ કરી લીધું હતું.

પણ, બંનેના ધર્મ અલગ-અલગ હતાં. જેને લીધે બંનેના પેરેન્ટ્સ તેમનાં લગ્ન માટે તૈયાર નહોતાં. પેરેન્ટ્સને ના પાડ્યાં છતાં પણ બંનેનાં પ્રેમમાં કોઈ કમી આવી નહોતી.

બંને પોત-પોતાના પરિવારને મનાવવાનો પૂરો પ્રયત્ન કરતાં રહ્યાં. અંતે 9 વર્ષ પછી ઘરવાળા રાજી થયાં અને 1991માં લગ્ન કર્યાં.

સુનિલ અને માનાને સંતાનમાં દિકરી આથિયા અને દિકરો અહાન છે. આથિયા અત્યારે બોલિવૂડમાં સક્રિય છે અને અહાન ડેબ્યુની તૈયારી કરી રહ્યો છે. સુનિલ શેટ્ટીએ લગ્ન પછી 1992માં ‘બલવાન’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

સુનિલ શેટ્ટીની પત્ની માના મુંબઈના વર્લી વિસ્તારમાં પોતાનો ઇન્ટેરિઅર શૉરૂમ ચલાવે છે, જ્યારે સુનિલ શેટ્ટીને પોતાની હોટેલનો બિઝનેસ છે. તે સફળ એક્ટર હોવાની સાથે સફળ બિઝનેસમેન પણ છે.

આમ તો, સુનિલ શેટ્ટીને એક્ટિંગની સાથે પોતાનો બિઝનેસ શરૂ કરવાની પરંપરાનો શ્રેય જાય છે. ક્રિકેટ સાથે જ સુનિલ કિક બોક્સિંગ પણ સારું કરે છે. સુનિલ શેટ્ટીએ ‘વક્ત હમારા હૈ’ (1993), ‘દિલવાલે’ (1994), ‘મોહરા’ (1994), ‘ગદ્દાર’ (1995), ‘સપૂત’ (1996), ‘હેરાફેરી’ (2000), ‘રિફ્યૂઝી’ (2000), ‘ધડકન’ (2000), ‘બ્લેકમેલ’ (2005) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page