Only Gujarat

Bollywood FEATURED

ઐશ્વર્યા રાયની 8 વર્ષની પુત્રી આરાધ્યાએ એવું તે કામ કર્યું કે લોકો કરી રહ્યાં છે ભરૂપર વખાણ

મુંબઈઃ ભારત સહિત આખા વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ભારતમાં કોરોનાને લીધે 17 મે સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સેલેબ્સ પણ પોતાના ઘરમાં પરિવાર સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. આ દરમિયાન કોરોના વોરિયર્સને દરેક સલામ પણ કરી રહ્યા છે. હાલમાં જ વાયુસેના દ્વારા કોરોના વોરિયર્સ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તો ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરીએ પણ કોરોના વોરિયર્સને અનોખી રીતે થેન્ક્સ કહ્યું છે.

ઐશ્વર્યા રાયની 8 વર્ષની દીકરી આરાધ્યા બચ્ચને કોરોના વોરિર્યસને થેન્ક્સ કહેવા માટે એક પેન્ટિંગ તૈયાર કર્યું છે, જેને અમિતાભ બચ્ચને અને ઐશ્વર્યા રાય બચ્ચને તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. દીકરીના પેઇન્ટિંગને શેર કરતાં ઐશ્વર્યા રાયે કેપ્શનમાં લખ્યું કે, “મેરી ડાર્લિંગ આરાધ્યા કા આભાર ઔર પ્યાર”.

આરાધ્યાએ તેનાં પેઇન્ટિંગના માધ્યમથી મેડિકલ સ્ટાફ, ડૉક્ટર, પોલીસ, સેના, સફાઇ કર્મચારી, ટીચર્સ, મીડિયાને આ મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે.

આ પેઇન્ટિંગમાં આરાધ્યાએ ઘરે રહેવા, માસ્ક પહેરવા અને સાબુથી ધોવાની સલાહ પણ આપી છે. આરાધ્યાએ ત્રણ લોકોનાં સ્કેચ પણ બનાવ્યા છે, જે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને ખુદ આરાધ્યા છે.

સોશિયલ મીડિયા પર આરાધ્યનું આ પેઇન્ટિંગ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. કેટલાંક યૂઝર્સે આરાધ્યાના આ હિડન ટેલેન્ટનાં વખાણ કર્યા છે. દીકરીના વખાણ થતાં હોવાથી ઐશ્વર્યા ખૂબ જ ખુશ છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે વાયુસેના દ્વારા ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

આરાધ્યા અત્યારે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. અત્યારે લૉકડાઉનને લીધે સ્કૂલ બંધ છે.

ઐશ્વર્યા રાય તેની દીકરીને લઈ ખૂબ જ પજેસિવ છે. તે ક્યારેય તેને એકલી ક્યાંય જવા દેતી નથી.

ઐશ્વર્યા રાય જ્યાં પણ જાય છે ત્યાં તેની દીકરી આરાધ્યને સાથે લઈ જાય છે. અને હંમેશા દીકરીનો હાથ પકડી રાખે છે. જેને લીધે ઐશ્વર્યા અનેકવાર સોશિયલ મીડિયામાં ટ્રલ્સના નિશાને પણ આવી ચૂકી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page