Only Gujarat

Bollywood FEATURED

લગ્નમાં દુલ્હન કરતાં પણ વધુ સુંદર લાગી ‘મધુબાલા’, નણંદને પોતાના હાથેથી કરી તૈયાર

મુંબઇઃ ટીવીની મધુબાલા એટલે કે એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી હાલના દિવસોમાં પોતાની નણંદ શિવાની ખેમકાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. થોડા દિવસ અગાઉ દ્રષ્ટિની નણંદની હલ્દી સેરેમનીની તસવીરો સામે આવી હતી. ત્યારબાદ ગુરુવારે રાત્રે દ્રષ્ટિ ધામીના ઘર સંગીત અને મહેંદી સેરેમની યોજાઇ હતી. લગ્નની કેટલીક તસવીરો અને વીડિયો ધામીએ શેર કરી હતી જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી હતી. નોંધનીય છે કે સંગીત સેરેમનીમાં સામેલ થયા અગાઉ દ્રષ્ટિ પાર્લરમાં પહોંચી જેની તસવીરો પણ તેણે શેર કરી હતી.

લગ્ન પહેલાંના ફંક્શનમાં દ્રષ્ટિ ધામીનો પતિ સાથે આગવો અંદાજ જોવા મળ્યો હતો

નણંદના લગ્નમાં પતિ નીરજ ખેમકા સાથે આ અંદાજમાં જોવા મળી દ્રષ્ટિ ધામી

નણંદની સંગીત સેરેમનીમાં દ્રષ્ટિ ધામીએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે સુંદર લાગી રહી હતી. આ સાથે જ તેણે ગોલ્ડ જ્વેલેરીથી પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો હતો.

નોંધનીય છે કે દ્રષ્ટિ ધામીની નણંદ શિવાની ખેમકાના લગ્નની વિધિઓ અગાઉ થઇ ચૂકી છે. દ્રષ્ટિ ધામીએ 21 ફેબ્રુઆરી 2015માં મુંબઇના જુહૂ સ્થિત સન એન્ડ સેન્ડ હોટલમાં નીરજ ખેમકા સાથે લગ્ન કર્યા હતા.

વર્ષ 2013માં ડાન્સિંગ રિયાલિટી શો ઝલક દિખલા ઝાની છઠ્ઠી સીઝન દરમિયાન પ્રથમવાર એ વાત સામે આવી હતી કે દ્રષ્ટિ ધામી અને નીરજ રિલેશનમાં છે. એવા પણ સમાચાર આવ્યા હતા કે તેમનું બ્રેકઅપ થઇ ગયું.

દ્રષ્ટિ ધામીનો જન્મ 10 જાન્યુઆરી 1985ના રોજ મુંબઇમાં થયો હતો. તેણે મીઠીબાઇ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. તે 2011 અને 2013માં સેવ અવર પ્લેનેટ અભિયાનને સપોર્ટ કરવા માટે ચલાવવામાં આવેલા હિંદુસ્તાન ડિન વર્ક્સ લિમિટેડની કૈનવાર્નમેન્ટ વીકની બ્રાન્ડ એમ્બેસેડર રહી છે.

દ્રષ્ટિ ધામી 2007થી ટીવી ઇન્ડસ્ટ્રિ સાથે જોડાયેલી છે પરંતુ તેને ઓળખ 2010 અને 2011માં પ્રસારિત શો ગીતઃહુઇ સબસે પરાઇથી મળી હતી. શો બાદ તેને લોકો ગીત નામથી પણ ઓળખતા હતા.

તે સિવાય ટીવી શો મધુબાલાઃ એક ઇશ્ક એક ઝુનૂનમાં તેની અને વિવિયન દસેનાની કેમિસ્ટ્રીને ઓડિયન્સે ખૂબ પસદ કરી હતી.

ધામી ડાન્સિંગ રિયાલિટી શો ઝલક દિખલા ઝા-6માં પણ ભાગ લઇ ચૂકી છે. આ શોની તે વિજેતા જાહેર થઇ હતી.

ધામીએ મિશન સપને, એક થા રાજા એક થી રાની, પરદેસ મેં હૈ મેરા દિલ, નચ બલિએ-8, સિલસિલા બદલતે રિશ્તોં કા અને ડાન્સ દિવાને જૈસે સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે. ધામીને લોકો ટીવી સીરિયલ ગીત હુઇ સબસે પરાઇ માટે ઓળખાય છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page