Only Gujarat

FEATURED National

લગ્નના દિવસે દુલ્હાના આ કારનામાની ખબર પડતાં દુલ્હને આપી ગાળો, કારણ જાણી સ્તબ્ધ થઈ જશો

પંજાબના હોશિયારપુરમાં દુલ્હાને જરાય એવી આશા ન હતી કે સાત ફેરાની જગ્યાએ તેને દુલ્હન અને તેના પરિવારજનોની ગાળો સાંભળવી પડી. તો પોલીસ સમક્ષ હાજર થવું પડશે. પરંતુ તેમાં ભૂલ પણ 100 ટકા દુલ્હાની જ હતી. દુલ્હા પહેલાથી જ બે લગ્ન કરી ચૂક્યો હતો હવે તે ત્રીજા લગ્ન કરવા પહોંચ્યો હતો. પરંતુ લગ્ન પહેલા જ કોઇએ તેની પોલ ખોલી નાખી. જ્યારે દુલ્હનને આ વાતની જાણ થઇ તો તે રડવા લાગી. તો દુલ્હનની માતા બેહોશ થઇને ઢળી પડી હતી. ઘટના દસૂહા ગામની નવી આબાદી ગાલોવાલની છે. આ મામલે પોલીસે દુલ્હા અને તેના પરિવારજનો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

ગામ સરપંચ લખવીર સિંહે જણાવ્યું કે યુવતીના પરિવારજનો ગરીબ છે આથી સમગ્ર ગામની મદદથી આ લગ્ન કરાવવામાં આવી રહ્યાં હતા. પરંતુ ખબર ન હતી કે દુલ્હો દગાબાજ હશે. જ્યારે આ સંબંધ નક્કી થયા હતા ત્યારે દુલ્હનના પરિવારજનોને ખબર ન હતી કે દુલ્હાની અગાઉ બે લગ્ન થઇ ચૂક્યા હશે.

વર જ્યારે જાન લઇને દુલ્હનના ઘરે પહોંચ્યો તો કોઇએ તેની પોલ ખોલી દીધી. ત્યારબાદ લગ્નની ખુશીઓ વચ્ચે હોબાળો શરૂ થઇ ગયો. દુલ્હાએ દગો દીધો હોવાની વાત સામે આવતા જ દુલ્હનની માતા બેહોશ થઇને ઢળી પડી હતી.

દુલ્હા આ વાત પર અડગ રહ્યો કે તેણે દુલ્હનને આ અંગે જાણ કરી હતી. પરંતુ દુલ્હને દુલ્હાની વાત નકારી દીધી. પોલીસનું કહેવું છે કે તલાક વગર બીજા લગ્ન કરવા ગુનો છે. આથી દુલ્હા વિરુદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો છે.

દુલ્હન અને તેના સંબંધીઓએ લંગરહાલમાં જાનને બંધ કરી પોલીસને બોલાવી હતી. પોલીસ દુલ્હાને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇ ગઇ.

યુવતીના પિતા અને પરિવારજનોનો ગુસ્સો જોઇ દુલ્હાની હાલત પતલી થઇ ગઇ હતી. તેની ધોલાઇ થશે તેવો ડર તેને લાગતો હતો.

લગ્ન અટકાયા બાદ ગુસ્સામાં ઉબેલા દુલ્હનના સંબંધીઓ અને પરિવારજનો.

હોબાળા દરમિયાન અનેક જાનૈયા પોચા પગે ત્યાંથી ભાગી ગયા હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page