Only Gujarat

Bollywood

વરુણ ધવનની કાર આવતા જ ચાહકો ટોળે વળ્યાં અને ડ્રાઈવરે ફોટોગ્રાફરના પગ પર ચઢાવી કાર ને…

મુંબઇઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેની કાર એક ફોટોગ્રાફરના પગ પર ચઢી ગઇ હતી. આ ઘટના બાદ વરુણ ધવન ગભરાઇ ગયો હતો અને તેના ડ્રાઇવરને કાર પાછળ લેવા કહ્યુ. બાદમાં ધવન કારની બહાર આવ્યો હતો અને ફોટોગ્રાફરની હાલત અંગે પૂછપરછ કરી હતી. આ દરમિયાન ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ પણ કારમાં હાજર હતી.
દરમિયાન ધવને કહ્યુ કે મે તમને ક્યારે ફોટો આપ્યો નથી તો તમે આવું કરો છો. હું કારમાંથી ઉતર્યા બાદ તમારી પાસે આવું છું તો આટલો હોબાળો કેમ મચાવો છો. ત્યારબાદ વરુણે અન્ય ફોટોગ્રાફર્સને ઇજાગ્રસ્ત ફોટોગ્રાફરનો ખ્યાલ રાખવા કહ્યુ હતું.

નોંધનીય છે કે વરુણ ધવન અને નતાશા દલાલ છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. કેટલાક દિવસો અગાઉ વરુણ ધવન પોતાના પરિવાર સાથે ગર્લફ્રેન્ડ નતાશા સાથે ઘર પહોચ્યા હતા.

33 વર્ષના વરુણ ધવન પોતાની પર્સનલ લાઇફને હંમેશા મીડિયાથી દૂર રાખે છે. તે અનેકવાર નતાશા દલાલ સાથે પાર્ટી અને ઇવેન્ટ્સમાં જાય છે પરંતુ તેણે ક્યારેય રિલેશનશીપને લઇને જાહેરમાં વાતો કરી નથી.

વરુણ અને નતાશાની લવ સ્ટોરી બાળપણથી શરૂ થાય છે. બંન્ને બાળપણના ફ્રેન્ડ્સ છે. બાદમાં એક મ્યૂઝિક કંન્સર્ટમાં મળ્યા તો પ્રેમની શરૂઆત થઇ હતી.

નતાશા સાથે રહેવા માટે વરુણ ધવને અલગથી ઘર ખરીદ્યું હતું. નોધનીય છે કે નતાશા દલાલ ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એનઆઇસીથી ગેજ્યુએટ છે. તેણે 2013માં પોતાની ફેશન લાઇન નતાશા દલાલ લેબલ ખોલ્યું.

મીડિયા રિપોર્ટ અનુસાર, 2020માં વરુણ અને નતાશા લગ્ન કરી શકે છે. જોકે, હજુ સુધી બંન્ને પરિવારે પુષ્ટી કરી નથી. નતાશા દલાલ વરુણના પરિવારનો હિસ્સો બની ચૂકી છે અને અનેકવાર પરિવાર સાથે જોવા મળે છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન વરુણે કહ્યુ હતુ કે, તેણે પ્રથમ કિસ 13 વર્ષની ઉંમરમાં કરી હતી. જોકે એક છોકરી કોણ હતી એ વાતનો વરુણે ખુલાસો કર્યો નહોતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page