Only Gujarat

Bollywood FEATURED

સલમાન-શાહરૂખ નહી પરંતુ આ બે સગા ભાઇઓ હતા ‘કરણ અર્જુન’ માટે પ્રથમ પસંદ, આ કારણે છોડી હતી ફિલ્મ

મુંબઇઃ 25 વર્ષ અગાઉ 1995માં રીલિઝ થયેલી શાહરૂખ અને સલમાનની ફિલ્મ ‘કરણ અર્જુન’ બંન્ને ખાન માટે બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. ફિલ્મમાં ભાઇઓની ભૂમિકામાં જોવા મળેલા શાહરૂખ અને સલમાનની એક્ટિંગે દર્શકોના દીવાના બનાવી દીધા હતા. જોકે, એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મ માટે પ્રથમ પસંદ શાહરૂખ અને સલમાન ખાન નહોતા પણ અન્ય એક્ટર્સ હતા. સૌથી ખાસ વાત એ છે કે ‘કરણ-અર્જુન’ની ભૂમિકા માટે પ્રથમ પસંદગી રિયલ લાઇફમાં બે સગા ભાઇઓ હતા.
આ ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર રાકેશ રોશને કરણ અર્જુનની ભૂમિકા માટે સૌ પ્રથમ બોલિવૂડમાં બે સગા ભાઇઓને ઓફર કરી હતી. જેમાંથી એક ભાઇએ હા કરી દીધી હતી પરંતુ જ્યારે તેમને જાણવા મળ્યું કે અન્ય ભૂમિકામાં તેના જ ભાઇને લેવામાં આવ્યો તો તેણે આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

નોંધનીય છે કે આ સગા ભાઇઓ ધર્મેન્દ્રના બે દીકરા સની અને બોબી દેઓલ છે. જોકે, આ ભૂલ બંન્ને ભાઇઓ માટે લાઇફની સૌથી મોટી ભૂલ સાબિત થઇ કારણ કે આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

વાસ્તવમાં જ્યારે આ ફિલ્મ બની રહી હતી ત્યારે એક્ટરના ભાઇ બોબી દેઓલ બોલિવૂડમાં આવવાની તૈયારી કરી રહ્યો હતો, બોબીની ફિલ્મ બરસાત (1995)ની તૈયારી ચાલી રહી હતી એવામાં સની દેઓલે આ ઓફર એટલા માટે ફગાવી દીધી કારણ કે તે પોતાના ભાઇની બોલિવૂડ ડેબ્યૂમાં કોઇ પ્રકારનું રિસ્ક લેવા માંગતો નહોતો.

ફિલ્મમાં પ્રથમ શાહરૂખની લવ ઇન્ટરેસ્ટની ભૂમિકા જૂહી ચાવલા પ્લે કરવાની હતી પરંતુ બાદમાં આ રોલ માટે કાજોલ ફાઇનલ થઇ હતી.

એટલું જ નહી ફિલ્મમાં મમતા કુલકર્ણી પણ સલમાનની લેડી લવ માટે પ્રથમ ચોઇસ નહોતી. આ રોલ પ્રથમ એક્ટ્રેસ નગમાને ઓફર કરાયો હતો.

ફિલ્મમાં એક્શન સીન્સ દરમિયાન શાહરૂખની બોડી ડબલનો રોલ ‘કોઇ મિલ ગયા’ ફેમ રજત બેદીએ નિભાવ્યો છે.

આ ફિલ્માં રીતિક રોશને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. ફિલ્મને રીતિકના પિતા રાકેશ રોશને ડિરેક્ટ કરી હતી.

સલમાન-શાહરૂખની આ ફિલ્મનું અગાઉ નામ ‘કાયનાત’ હતું પરંતુ બાદમાં ફિલ્મનું નામ ‘કરણ અર્જુન’ કરાયું હતું.

‘કરણ અર્જુન’એ વર્ષ 1995ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. ફિલ્મ રીલિઝ થયા પહેલાં શાહરૂખ ખાન ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ હતો જ્યારે સલમાન ખાન ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવી રહ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page