Only Gujarat

FEATURED International

જે દેશમાં ઢગલા બંધ લોકોનાં મોત થયા તે જ દેશે શોધ્યો કોરોનાથી બચવાનો ઈલાજ

કોરોના વાયરસની સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે એક સારા સમાચાર આવ્યા છે. દુનિયાનાં તમામ દેશો કોરોના વેક્સિનની શોધ માટે પુરી તાકાત લગાવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે અમેરિકન વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ઈબોલાનાં ખાત્મા માટે બનાવવામાં આવેલી દવા રેમડેસિવિર (Remdesivir) કોરોના વાયરસના દર્દીઓ ઉપર જાદુઈ અસર કરી રહી છે. આ જાહેરાત બાદ દુનિયાની આશા વધી ગઈ છે કે, કોરોનાને હરાવવામાં જલ્દીથી સફળતા મળી જશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનાં સલાહકાર ડોક્ટર એન્થની ફાઉસીએ કહ્યું કે, રેમડેસિવીર દવાનો દર્દીઓનાં સ્વસ્થ થવાના સમયમાં બહુ જ સ્પષ્ટ પ્રભાવી અને સકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. તેમણે કહ્યું કે, રેમડેસિવિર દવાનો અમેરિકા, યુરોપ અને એશિયાનાં 68 સ્થાનો ઉપર 1063 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ દરમિયાન જાણ થઈ છે કે, ‘રેમડેસિવીર’ દવા વાયરસને રોકી શકે છે.

આની પહેલાં રેમડેસિવીર દવા ઈબોલાના ટ્રાયલ દરમ્યાન ફેલ થઈ ગઈ હતી. એટલું જ નહીં WHOએ પણ પોતાના સીમિત અધ્યયન બાદ કહ્યું હતું કે, વુહાનમાં આ દવાની દર્દીઓ ઉપર સિમીત અસર થઈ હતી.

તો બીજી તરફ, રેમડેસિવીર દવા પર થયેલી તાજા શોધ પર ડબ્લ્યૂએચઓનાં વરિષ્ઠ અધિકારી માઈકલ રેયાને કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.

ડોક્ટર ફૉઉસીએ આ જાહેરાત બાદ મહામારીને કારણે સંકટ સામે ઝઝૂમી રહેલી આખી દુનિયાને જીત માટે આશાનું કિરણ દેખાય છે. તેમણે આ જાહેરાત એવા સમયે કરી છે, જ્યારે કોરોનાનાં કહેરને કારણે દુનિયાભરમાં 2,28,239 લોકોનાં મોત થયા છે. અને 32 લાખથી વધારે લોકો આ મહામારીને કારણે સંક્રમિત છે.

ઈબોલોનાં ડ્રગના રૂપમાં કરાઈ હતી વિકસિત
રેમડેસિવીર દવાને ઈબોલોના ડ્રગનાં રૂપમાં વિકસિત કરવામાં આવી હતી. પરંતુ એવું સમજવામાં આવે છેકે, તેનાંથી બીજા પણ ઘણા પ્રકારનાં વાયરસ મરી શકે છે. અમેરિકાનાં વોશ્ગિંટન રાજ્યમાં કોરોના સામે જંગ જીતનારી એક મહિલાએ પોતાના અનુભવો શેક કરતાં જણાવ્યુ હતુકે, રેમડેસિવીર દવાની મદદથી તેનાં પતિ કોરોનાથી ઠીક થઈ ગયા હતા.

ટ્રંપે કહ્યું હતું, આ દવામાં દેખાઈ રહી છે સંભાવના
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ જાહેરાત કરી હતીકે, રેમડેસિવીર એક એવી દવા છે, જેનાંથી કોરોનાનાં ખાત્માની સંભાવના જોઈ શકાય છે. આ પહેલાં અમેરિકાનાં શિકાગો શહેરમાં કોરોના વાયરસથી ગંભીર રૂપે બિમાર 125 લોકોને રેમડેસિવીર દવા આપવામાં આવી હતી, જેમાંથી 123 લોકો સાજા થઈ ગયા હતા.

ચીનના રાષ્ટ્રપતિએ કર્યું હતું એલાન
ચીને કોરોના વાયરસની સામે સૌથી કારગર માનવામાં આવી રહેલી દવાને ત્યારે પેટન્ટ કરાવવાનાં પ્રયાસો કર્યા હતા જ્યારે ત્યાં સૌથી પહેલાં માણસોમાં ફેલાવાનાં સમાચાર આવ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 20 જાન્યુઆરીએ આ વાતની પુષ્ટિ કરી હતીકે, આ વાયરસ માણસથી માણસમાં ફેલાય શકે છે.

ચીને પેટંટ કરાવવા માટે આપી હતી અરજી
જોકે, લીક થયેલાં અમુક દસ્તાવેજોથી એ સાબિત થાય છેકે, અધિકારીઓને તે જાણ થઈ ગઈ હતીકે, આ એક મહામારી છે પરંતુ લોકોને ચેતવણી 6 દિવસ બાદ આપવામાં આવી હતી. એટલું જ નહીં ઈબોલાથી લડવા માટે અમેરિકાએ બનાવેલી રેમડેસિવીરને 21 જાન્યુઆરીએ જ પેટંટ કરાવવા માટે અરજી કરી દીધી હતી. આ અરજી વુહાનની વાયરોલોજી લેબ અને મિલિટ્રી મેડિસિન ઈન્સ્ટિટ્યૂટે બનાવી હતી.

ચીનનાં વુહાનથી શરૂ થયું હતું કોરોના સંક્રમણ
દુનિયાભરમાં આતંક મચાવનારા કોરોનાની શરૂઆત ચીનનાં વુહાન શહેરથી થઈ હતી. અહીં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. ચીનમાં ડિસેમ્બર 2019માં સંક્રમણની શરૂઆત થઈ હતી.ત્યારબાદ ધીમે ધીમે તે દુનિયાનાં 210 દેશોમાં ફેલાયો હતો.

દુનિયાભરમાં 2.28 લાખ મોત
કોરોનાનાં કહેરથી દુનિયાની ખરાબ હાલત છે. દુનિયાભરનાં 210 દેશોમાં કોરોનાનાં ચેપનાં દર્દીઓની સંખ્યા 32 લાખ 31 હજાર 401 સુધી પહોંચી ગઈ છે. જોકે, અત્યાર સુધી 2 લાખ 258 હજાર 411 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જોકે, રાહતની વાત એ છેકે, સંક્રમણનો શિકાર થયેલાં 10 લાખ 7 હજાર 572 લોકો સ્વસ્થ પણ થયા છે.

અમેરિકાની ખરાબ હાલત
કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહેલાં અમેરિકામાં ભયંકર તબાહી મચી ગઈ છે. અહીં સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 લાખ 64 હજાર 572 છે. જ્યારે અત્યાર સુધીમાં 61 હજાર 669 લોકાનાં મોત થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે ન્યૂજર્સી અને ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page