Only Gujarat

Bollywood FEATURED

ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યાનો હાથ હંમેશા કેમ પકડી રાખે છે? કારણ જાણીને નવાઈ લાગશે

મુંબઈઃ સેલેબ્સ સાથે જોડાયેલા અનેક કિસ્સા સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યા છે. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યાનો એક કિસ્સો વાઇરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન તેના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

ઐશ્વર્યા રાય ઘણીવાર તેની દીકરીનો ક્યારેય હાથ ન છોડવાને લીધે મજાકનું કારણ બને છે પણ, તેનું કારણ ઘણાં ઓછાં લોકો જાણતાં નથી.

ઐશ્વર્યા રાય બચ્ચન ઇવેન્ટ, એરપોર્ટ, રેડ કાર્પેટ, પાર્ટી અને ફંક્શન્સમાં હંમેશા તેની દીકરીને પોતાની સાથે રાખે છે અને તેનો હાથ એક ક્ષણ માટે પણ છોડતી નથી. જેનું કારણ છે દીકરીની વધારે કેર કરવી.

ઐશ્વર્યા રાયે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ‘તે દીકરીને લઈ ખૂબ જ પજેસિવ છે. તે હંમેશા આરાધ્યા સાથે એક ક્લોઝ બોન્ડિંગ રાખે છે. એટલા માટે આરાધ્યાને ક્યારેય એકલી છોડતી નથી. ઐશ્વર્યાને તે વાતનો કોઈ ફેર નથી પડતો કે, કોઈ શું કહે છે અથવા શું વિચારે છે.

ઐશ્વર્યાનું માનવું છે કે, બાળક ચાલતા શીખે છે, તો માતા-પિતા તેના હાથને પકડી રાખે છે કેમ કે, તે પડી જાય નહીં. જ્યારે બાળક મોટું થઈ જાય, તો તેને ગમે ત્યાં ભાગવું અને આમ કરવું સામાન્ય છે, જે કદાચ તેને ઇજા પહોંચાડી શકે છે. આ સ્થિતિમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમનો હાથ પકડવો સૌથી સારી રીત છે.

ઐશ્વર્યા રાય બચ્ચનનું માનવું છે કે, ‘તે એક સેલિબ્રિટી છે અને તે જ્યાં પણ જાય છે, ત્યાં ભીડ ભેગી થઈ જાય છે, એવામાં તે કેમ તેની દીકરીનો હાથ ના પકડે? ખુદ જ વિચારો તમે તમારા બાળકો સાથે માર્કેટમાં જાવ ત્યારે તેનો હાથ પકડો છો કે નહીં.?’

ઐશ્વર્યા રાય બચ્ચનનું કહેવું છે કે, બાળકો શરમાય છે અથવા પોતાને અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે, ત્યારે તે તેના પેરેન્ટ્સનો હાથ પકડી લે છે. જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિને મળે ત્યારે તે વધારે મજબૂતીથી પેરેન્ટ્સનો હાથ પકડી લે છે.

આ કારણે જ બાળકોને તેમના પેરેન્ટ્સ પર વિશ્વાસ છે. આરાધ્યા સાથે એવું જ છે. જ્યારે તે કોઈ અજાણ્યા વ્યક્તિને મળે ત્યારે માનો હાથ વધારે મજબૂતીથી પકડી લે છે.

ઉલ્લેખનીય છે કે, આરાધ્યા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. અત્યારે દરેક સ્કૂલ બંધ છે.

You cannot copy content of this page