Only Gujarat

Bollywood

અભિનેત્રી ઓસ્ટ્રેલિયામાં અટવાઈ, પૈસા ખૂટી જતાં છોડવી પડી હોટેલ, ચોંકવનારો કિસ્સો

સિડની: કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ છે. લોકો જ્યાં હતા ત્યાંજ ફંસાઇ ગયા છે. દરેક વ્યક્તિ પોતાના ઘર સુધી પહોંચવાના પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ ટીવી એક્ટ્રેસ ચાંદની ભગવનાની તો દેશથી સાત સમુંદર દૂર ઓસ્ટ્રેલિયામાં ફંસાઇ ગયા છે. તે લોકડાઉનના કારણે પોતાના દેશમાં ફરત ફરી શકી નથી.

ચાંદની છેલ્લા એક મહિનાથી ઓસ્ટ્રેલિયામાં ફંસાઇ ગઇ છે. આ મુશ્કેલ સમયમાં તેઓએ સ્પોટબોયને પોતાની મુશ્કેલી અંગે જણાવ્યું છે. ચાંદનીએ જણાવ્યું કે તે ઓસ્ટ્રેલિયામાં કોઇ કામથી ગઇ હતી પરંતુ લોકડાઉન લાગુ થવાથી ત્યાં ફંસાઇ ગઇ છે.

ચાંદનીએ ખુલાસો કર્યો કે ઓસ્ટ્રેલિયા ખુબ જ મોંઘો દેશ છે આથી તે પોતાની સેવિંગનો ઉપયોગ કરી ગુજરાન ચલાવી રહી છે. તેણીએ દાવો કર્યો કે પોતાની સંપૂર્ણ સેવિંગને આ મુશ્કેલ સમયમાં ઉપયોગમાં લઇ રહી છે.

ઇન્ટરવ્યૂમાં ચાંદનીએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે પહેલા તે ઓસ્ટ્રેલિયામાં એક મહિના સુધી હોટેલમાં રોકાઇ ત્યારબાદ એક મહિના બાદ ચાંદનીએ મેલબર્નમાં એક એપાર્ટમેન્ટ રેન્ટ પર લઇ લીધું છે હવે ત્યાં જ જેમ તેમ કરી ગુજરાન ચલાવી રહી છે.

આમ તો ચાંદની આ એપાર્ટમેન્ટમાં એકલી નથી રેતી, તેઓએ જણાવ્યું કે તેની સાથે બે અન્ય ભારતીય પણ છે. ચાંદનીના જણાવ્યા પ્રમાણે તે રેન્ટ શેર કરે છે જેથી વધુ બોજ ન પડે.

ઉલ્લેખનીય છે કે ચાંદની હાલ જે બે યુવતીઓ સાથે રહે છે તે તેની સારી મિત્ર બની ગઇ છે. ખુદ ચાંદનીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે બે મિત્રની મદદથી જ તે ઓસ્ટ્રેલિયામાં આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી રહી છે.

જ્યારે ચાંદની પુછવામાં આવ્યું કે તે સૌથી વધુ શું મિસ કરે છે તો તેણીએ જણાવ્યું કે તે પોતાના માતા-પિતાને ખુબ જ યાદ કરી રહી છે. ચાંદનીનું કહેવું છે કે મુશ્કેલ સમયમાં પોતાના ઘરથી દૂર રહેવું કોઇ પડકાર જેવું છે.

 

You cannot copy content of this page