Only Gujarat

Bollywood

વેલેન્ટાઈન ડે પહેલાં જ નેહા કક્કરની બહેનને મળી કરોડોની કાર, જાણો કોણે આપી ગિફ્ટમાં?

મુંબઈઃ હાલમાં દુનિયાભરના લોકો વેલેન્ટાઈન વીક મનાવી રહ્યાં છે. જોકે, આ વખતે કોરોનાને કારણે વેલેન્ટાઈન વીકની અસર પહેલાં જેવી જોવા મળી નથી. ગયા વર્ષે નેહા કક્કરની બહેન સોનુ કક્કરને તેના પતિએ વેલેન્ટાઈન ડે પહેલાં જ સરપ્રાઈઝ ગિફ્ટ આપીને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. ઉલ્લેખનીય છે કે એક સમયે નેહા-સોનુ-ટોનીના પિતા સ્કૂલની બહાર સમોસા વેચતા હતા અને તેમની આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ હતી.

ગયા વર્ષે સોનુ કક્કરે પતિએ આપેલી ગિફ્ટની તસવીરો શૅર કરી હતી. સોનુ માટે આ ગિફ્ટ એકદમ અલગ હતી, કારણ કે તેને વેલેન્ટાઈન ડે પહેલાં આ ગિફ્ટ મળી હતી સોનુને તેના પતિ નીરજ શર્માએ બીએમડબલ્યૂ કાર ગિફ્ટમાં આપી હતી.

સોનુ કક્કર પોતાની બહેન નેહા તથા ભાઈ ટોનીની તુલનાએ ઓછી લાઈમલાઈટમાં રહે છે. તેના જીવન અંગે ચાહકોને એટલી માહિતી નથી. સોનુએ 2006માં 20 ડિસેમ્બરે નીરજ શર્મા સાથે લગ્ન કર્યાં હતાં.

સોનુએ તસવીરો શૅર કરીને કહ્યું હતું કે પતિએ આ ખાસ ગિફ્ટ આપીને તેને નવાઈમાં મૂકી દીધી હતી. તે પતિને ઘણો જ પ્રેમ કરે છે. સોનુની આ પોસ્ટ પર નેહા કક્કરે કમેન્ટ કરતાં કહ્યું હતું કે જીજુ તેના અત્યાર સુધીના બેસ્ટ પતિ છે. તો ટોનીએ કહ્યું હતું કે તેની પાસે બેસ્ટ ફેમિલી છે. ડ્રીમ ફેમિલી. તેના દીદી-જીજુ બેસ્ટ છે.

વાત જો સોનુ કક્કરના કરિયરની કરીએ તો તેણે ‘બાબુજી જરા ધીરે ચલો’થી બ્રેક મળ્યો હતો. ત્યારબાદ તેણે ‘લંડન ઠુમક દા’, ‘યે કસૂર મેરા’ જેવા લોકપ્રિય ગીતો ગાયા છે.

સોનુની નાની બહેન નેહા કક્કરે ગયા વર્ષે 24 ઓક્ટોબરના રોજ સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બંનેએ દુબઈમાં હનિમૂન મનાવ્યું હતું.

You cannot copy content of this page