Only Gujarat

National

ગામનો ફાળો જોઈને સિટીના લોકોના પણ મોંઢા થઈ ગયા પહોંળા, ખેડૂતો બન્યા મસીહા

ચંદીગઢ: હાલ સમગ્ર દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. સંકટના આ સમયમાં હજારો લોકોનો રોજગાર છીનવાઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાશીઓને કોરોના વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં અપીલ કરી હતી કે તે પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રી રાહત કોષમાં રૂપિયા ડોનેટ કરે. મદદના સમયમાં હરિયાણાના એક ગામના લોકોએ એક કરોડ રૂપિયા દાન કરી એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે.

આ સરાહનીય કામ ફરીદાબાદ જિલ્લાના મચ્છગર ગામની પંચાયતે કર્યું છે. સરપંચ નરેશ કુમારે પોતાના ગામના લોકો સાથે મળી આટલી મોટી રકમ કોરોનાને હરાવવા માટે હરિયાણા મુખ્યમંત્રી રીલિફ ફંડમાં દાન કરી. આ પ્રથમ એવી પંચાયત છે જેણે આટલી મોટી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી છે.

પૃથલા વિધાનસભાના ધારાસભ્ય નયનપાલ રાવતે કહ્યું કે ગ્રામજનોના આ જુસ્સાને હું સલામ કરું છું. બીજા ગામને પણ તેમાંથી પ્રેરણા લેવી જોઇએ અને સંકટના આ સમયમાં દેશને મદદ કરવી જોઇએ. ધારાસભ્યએ કહ્યું કે આ કારણ છે કે આ વિસ્તારમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના બીજા ચરણમાં હરિયાણામાં કુલ કોરોના દર્દીની સંખ્યા 292 થઇ ગઇ છે. રવિવારે નવા પાંચ દર્દી સામે આવ્યા છે. પાનીપતમાં થોડા દિવસ પહેલા બહેનને મળવા આવેલા દિલ્હી પોલીસના જવાનના સંપર્કમાં આવવાથી ચાર લોકો સંક્રમિત થયા હતા. હરિયાણા સરકારે કેન્દ્ર સરકારના આદેશ બાદ ગ્રીન ઝોનમાં આર્થિક ગતિવિધિમાં છૂટછાટ આપી છે.

You cannot copy content of this page