મુકેશ અંબાણીના લાડલા નાના દીકરા અનંતની સગાઈની પાર્ટીમાં આવો હતો માહોલ, જુઓ તસવીરો

ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે ફરી ઢોલ ઢબૂક્યા છે. અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીએ ગઈકાલે ગુરૂવારે રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. બંનેએ રાજસ્થાનમાં નાથદ્વારા શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી. જેમાં પરિવારના ખાસ અંગત લોકો જ હાજર રહ્યા હતા. કપલ સગાઈ કરીને રાત્રે મુંબઈ પરત ફર્યું ત્યારે તેમનું જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજસ્થાનમાં નાથદ્વારા શ્રીનાથજી મંદિરમાં ગુરૂવારે દિવસે સવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સગાઈ કરી હતી. અહીં નાનું એવું ફંક્શન પણ રાખવામાં આવ્યું હતું. અહીં કપલે સૌ પહેલાં આદિવાસીઓ બાળકો માટે જમણવાર રાખ્યો હતો.

દિવસે સગાઈ બાદ સાંજે કપલ મુંબઈ પરત ફર્યું હતું. કપલને લેવા માટે આખો અંબાણી પરિવાર મુંબઈ એરપોર્ટ પર ગયો હતો. તેમજ સ્વાગત માટે જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી હતી.

મુંબઈ એરપોર્ટ પરથી અંબાણી પરિવાર પોતાના ઘરે એન્ટિલિયા રોલ્સરોયઝ કારમાં પરત ફર્યો હતો. આ કાર મુકેશ અંબાણીનો સૌથી મોટો દીકરો આકાશ ચલાવી રહ્યો હતો.

આકાશ રોલ્સરોયઝ કાર ચલાવતો હતો. જેની બાજુની સીટમાં નાનો ભાઈ અનંત બેઠો હતો. જ્યારે પાછલી સીટમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમજ પૌત્ર પૃથ્વી બેઠો હતો.

અંબાણીની પરિવારની કાર જેવી એન્ટિલિયામાં દાખલ થઈ કે તેના પર ગુલાબોની પાંખડીઓનો જબરદસ્ત વરસાદ કરવામાં આવ્યો હતો. ગુલાબની પાંખડીઓ એટલી વધુ હતી કે રોલ્સરોયઝની આગનો ગ્લાસ સવા ઢંકાઈ ગયો હતો.

અનંત અબાણી અને રાધિકા મર્ચન્ટનું બાદમાં હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે અંબાણી પરિવારના કોકિલાબેન પણ હાજર હતા. જેમણે બંનેને આવકાર આપ્યો હતો.

આ તકે ઢોલ-નગારાના તાલે એન્ટિલિયાનો માહોલ રંગીન બનાવી દીધો હતો. અનંત-રાધિકા જેવા નીચે ઉતર્યા કે બંને ઉપર પર ગુબાલની પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો.

અનંત-રાધિકાએ એન્ટિલિયાના ગેટ પર ભાંગડા પણ કર્યા હતા. સિંગર મિકાસિંહે બંનેને ખૂબ ડાન્સ કરાવ્યો હતો. મહેમાનો પણ તકે ઝૂમી ઉઠ્યા હતા.

એન્ટિલિયામાં સાંજ પડતા પડતાં બોલિવૂડના સ્ટાર્સ પણ આવવા લાગ્યા હતા. જેમાં શાહરૂખ, સલમાન, રણવીરસિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર, ઝહીરખાન સહિતના સેલેબ્સ આવ્યા હતા.

અનંત-રાધિકાનું મુંબઈના રસ્તા પર પણ ઠેર-ઠેર ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં દરિયાના કિનારે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત એન્ટિલિયાને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. રોશનીથી એન્ટિલિયા ઝગમગી ઉઠ્યું હતું.

નીતા અને મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી હાલ રિલાયન્સ ગ્રુપનો એનર્જી બિઝનેસ સંભાળે છે. 27 વર્ષીય અનંત અંબાણીએ ગુજરાતી બિઝનેસમેનની દીકરી રાધિકા સાથે સગાઈ કરી હતી. જેની તસવીરો પણ બહાર આવ છે.

નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા જ નીતા-મુકેશ અંબાણીની દીકરી ઈશા તેના બંને જોડિયા બાળકો સાથે પહેલીવાર ઘરે આવી હતી. આ કે અંબાણી પરિવારે તેનું જોરદાર સ્વાગત કર્યુ હતું. હવે અંબાણીના ઘરે નાના દીકરાની સગાઈનો પ્રસંગ યોજાયો હતો.

કોણ છે અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ રાધિકા
રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા સાથે થવાના છે. રાધિકા અ પહેલાં પણ અનેક વખત અંબાણી પરિવારની સાથે સ્પોટ થઈ હતી.

રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ મૂળ તો કચ્છના રહેવાસી છે. તેઓ ADF ફુડ્સ લિમિટેડના નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરની સાથે સાથે એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઈસ ચેરમેન પણ છે. વિરેન મર્ચન્ટને બે પુત્રી છે રાધિકા અને અંજલિ. જ્યારે વિરેન મર્ચન્ટના પત્ની શૈલા પણ એક બિઝનેસવુમન છે અને તેઓ એક એન્કોર પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. અંજલી પણ આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે.

રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં બેચલર્સ કર્યું છે. આ ઉપરાંત તેમને મુંબઈના શ્રીનિભા આર્ટ્સમાંથી ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સની પણ તાલીમ લીધી છે. રાધિકાએ લગભગ 8 વર્ષ સુધી ભરતનાટ્યમમાં ડાન્સની ટ્રેનિંગ લીધી છે.

ટ્રેકિંગ અને સ્વિમિંગનો પણ શોખ ધરાવે છે રાધિકા
રાધિકા મર્ચન્ટે વાઈસ ચેરમેનની પોસ્ટ પર ઈસ્પ્રવા જોઈન કર્યું. આ એક રિયલ એસ્ટેટ ફર્મ છે, જે ફાઈન ટેસ્ટવાળા લોકો માટે હોલીડે હોમ બનાવે છે. આ સાથે જ તે એક સફળ બિઝનેસ વુમન છે. તે પોતાના પિતાની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર પણ છે.

રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગ પણ પસંદ છે. કોફીની તે દીવાની છે. એક ઈન્ટરવ્યૂમાં રાધિકાએ કહ્યું હતું, ‘હું ઈચ્છું છું કે હું એવી કંપની જોઈન કરું, જેમાં રિયલમાં કોન્ટ્રીબ્યૂશન કરી શકું.’