Only Gujarat

National

કોરોનાને હરાવવા જાણી લો આયુર્વેદના ત્રણ સિક્રેટ, ફાયદામાં રહેશો એ નક્કી

નવી દિલ્હી: કોરોના મહામારીથી બચવા માટે દુનિયાભરના વિજ્ઞાનિકો કામ કરી રહ્યાં છે. આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો કે રોગપ્રતિકારક શક્તિ સારી હોય તે કોરોનાથી બચી શકે છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉપાય સૌથી કારગર નીવડશે તેવો દાવો ભારતીય હેલ્થ એક્સપર્ટે કર્યો છે. હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે કેવી રીતે રસોડામાં ઉપલબ્ધ કેટલીક વસ્તુઓ પણ શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે.

જીવા આયુર્વેદના નિર્દેશક ડોક્ટર પ્રતાપ ચૌહાણે ન્યૂઝ વેબસાઈટ આજતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આયુર્વેદમાં મહામારીને લઇને એક અધ્યાય લખવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું કે મહામારીની ઉત્પત્તિ ક્યારે થાય છે અને તેની સામે કેવી રીતે લડવું. આયુર્વેદની એક ખાસ વાત એ છે કે તેમાં દરેક વ્યક્તિની ઉંમર, ખાનપાન અને તેના વિસ્તારને પણ ધ્યાને રાખવામાં આવે છે.

રીતઃ1 – તેઓએ જણાવ્યું કે રોગપ્રતિકારક શક્તિની વાત કરીએ તો ચ્વયનપ્રાશનું નામ સૌથી પહેલા આવે છે. ચ્વયનપ્રાશ આપણા ફેફસા માટે ખુબ જ ફાયદેમંદ છે. ડોક્ટર ચૌહાણે કહ્યું કે લોકો હવે ઝડપથી આયુર્વેદ તરફ વળી રહ્યાં છે.

રીતઃ2 – ડોક્ટર ચૌહાણે કહ્યું કે કોરનાથી બચવા માટે હવે મોટાભાગના લોકો ઘરમાં આયુષ ઉકાળો બનાવી રહ્યાં છે. તેઓએ આ બનાવવા માટેની રેસીપી જણાવતા કહ્યું કે એક કપ પાણીમાં ચાર તુલસીના પાન, બે કાળું મરચું, હળદર, દાલચીની અને રિસમીસ નાખી પાણીને ઉકાળવું. તેને મીઠું કરવા માટે તેમાં ગોળ અથવા મધ પણ નાખો. આ ઉકાળાને દિવસમાં બે વખત પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સિવાય હળદર-દૂધનું પણ સેવન કરવું.

રીતઃ3 –ડોક્ટર ચૌહાણે જણાવ્યું કેા નાકમાં તેલ નાખવાથી શરીર રોગુમુક્ત રહે છે. બંને નાસિકા છિદ્રોમાં એક વખત તલનું તેલ નાખો. ડોક્ટર ચૌહાણે તલના તેલથી કોગળા કરવાનું પણ કહ્યું છે. તેને પણ દિવસમાં બે વખત કરવું. તેઓએ કહ્યું કે જો નૈસલ મેંબ્રન અને માઉથ કેપ્ટિવિટી લૂબ્રિકેટેડ રહે છે તો તેનાથી કોઇપણ પ્રકારના રોગાણુ હુમલો કરી શકે નહીં.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પીએ મોદીએ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકોને આયુષ મંત્રાલયના નિર્દેશોનું પાલન કરવાનું કહ્યું હતું. આ સિવાય આયુષ મંત્રાલય તરફથી પણ એક સેલ્ફ કેર ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. (સૌજન્ય-આજતક)

 

You cannot copy content of this page