Only Gujarat

National

પરિણીત મહિલાના બે-બે પુરુષો સાથે હતાં પ્રેમસંબંધો, બંને પ્રેમીઓએ ગેંગરેપ કરીને ગળું દબાવીને મારી નાખી

એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. લાપતા સીઆરપીએફની પત્નીની લાશ 25 ફેબ્રુઆરી, શુક્રવારે મોડી રાત્રે પૂલની નીચેથી મળી આવી હતી. પોલીસે લાશ તથા પ્રેમી અને તેના 2 મિત્રની ધરપકડ કરી હતી. અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે સીઆરપીએફ જવાનની પત્નીને અન્ય બે-બે પુરુષો સાથે પ્રેમસંબંધો હતો. જેમાં એક પુરુષે બીજા સાથે નીકળતાં વધતા તેણે હત્યા કરવાનું નક્કી કર્યું હતું. મિત્રો સાથે મળીને ઘરમાં ચોરી કરી હતી. મહિલા પર ગેંગરેપ કર્યો હતો અને પછી કારમાં ગળું દબાવીને હત્યા કરી હતી.

આ શોકિંગ કિસ્સો ઉત્તરપ્રદેશના કાનપુરનો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ બિસાનપુર ગામમાં રહેતો યુવક સીઆરપીએફમાં હેડ કોન્સ્ટેબલ છે. તેના લગ્ન 2006માં થયા હતા. જવાન પરિવાર સાથે રતનપુર કોલોનીમાં રહેતો હતો. 20 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફની પત્ની શંકાસ્પદ સંજોગોમાં ગાયબ થઈ ગઈ હતી દીકરાએ પિતાને ફોન કરીને માતા ગુમ થઈ હોવાની વાત કહી હતી. માહિતી મળતા જ જવાન રજા લઈને ઘરે આવી ગયો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પણ નોંધાવી હતી.

પ્રેમીએ જ ગેંગરેપ કર્યોઃ પોલીસને મૃતક મહિલા રીટા (નામ બદલ્યું છે)ની કોલ ડિટેલ પરથી ખ્યાલ આવ્યો કે તેના ફોનમાં પ્રોપર્ટી ડિલર પુષ્પેન્દ્ર સિંહ તથા ગામના મિકેનિક મુખ્તાર સાથે અવારનવાર વાતો થતી હતી. પોલીસે મુખ્તારની ધરપકડ કરી હતી અને કડકાઈથી પૂછપરછ કરી તો સમ્રગ વાતનો ઘટસ્ફોટ થયો હતો.

આરોપી મુખ્તારે પોલીસને કહ્યું હતું કે મહિલાના લગ્ન થયા તે પહેલાથી મહિલાના સંપર્કમાં હતો. પતિ સીઆરપીએફમાં હોવાથી તે મહિલાના ઘરે અવાર-નવાર જતો હતો. મુખ્તારને ખ્યાલ આવ્યો કે હવે મહિલાની નિકટતા પુષ્પેન્દ્ર સાથે પણ છે. આ વાતથી તે રોષે ભરાયો હતો. તો સામે પુષ્પેન્દ્રને પણ મહિલા તથા મુખ્તારના કૂણા સંબંધો અંગે જાણ થઈ ચૂકી હતી. પુષ્પેન્દ્રને પણ આ વાત સહન થઈ નહીં.

 

મુખ્તારે પુષ્પેન્દ્ર સિંહ સાથે મળી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મુખ્તાર પુષ્પેન્દ્ર તેમજ અન્ય આરોપીઓ બબલૂ અને રાશિદ સાથે મળી 20 ફેબ્રુઆરીની રાત્રે કારમાં મહિલાના ઘરે આવ્યો હતો. મહિલાના ઘરમાંથી રોકડ રૂપિયા, ઘરેણા લઈને તેને પોતાની કારમાં બેસાડી હતી. રસ્તામાં તે લૂંટી લીધા બાદ મહિલા પર ગેંગરેપ કર્યો હતો, ત્યારબાદ ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ લાશ કાનપુરના આલિયાપુરવા તથા મેથા સ્ટેશનની વચ્ચે નાખી દીધી હતી.

પોલીસને લાપરવાહીને કારણે છ દિવસ બાદ હત્યાકાંડના રહસ્ય ખુલ્યાઃ મૃતક મહિલાના પતિએ આરોપ મૂક્યો છે કે પત્ની લાપતા થતાં તેણે તરત જ પોલીસ ફરિયાદ કરી હતી. જોકે, ચૂંટણીના ચક્કરમાં પોલીસે કોઈ તપાસ કરી નહીં. પરિવારે હંગામો કર્યો ત્યારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પહેલાં રીટાની કૉલ ડિટેલ ચેક કરી અને પછી હત્યાકાંડનો ખુલાસો થયો હતો. પોલીસે ફરિયાદ બાદ તરત જ તપાસ કરી હોત તો આજે રીટા જીવિત હોત.

આરોપી જેલના સળિયા પાછળઃ પોલીસે કહ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પ્રમાણે, રીટાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ સાથે જ શરીર પર ઈજાના અઢળક નિશાનો છે. રેપની તપાસ માટે સ્લાઇડ બનાવવામાં આવી છે. આરોપી પુષ્પેન્દ્ર, બબલુ તથા મુખ્તારની ધરપકડ કરવામાં આવી છે. રાશિદ ફરાર છે.

You cannot copy content of this page