Only Gujarat

FEATURED National

કોરોનાકાળમાં આ વ્યક્તિ નથી જઈ શકતી પોતાના ઘેર, છેલ્લાં ત્રણ મહિનાથી રહે છે એરપોર્ટ પર

કોરોના વાયરસે આખી દુનિયાએ બાનમાં લીધી છે. કોઇ એવી વ્યક્તિ નહીં હોય, જેનું જીવન કોરોના વાયરસથી પ્રભાવિત ન થયું હોય. આ વાયરસના કારણે ન જાણે કેટકેટલા લોકોએ નોકરી ગુમાવી તો કેટલાય લોકોએ તેમના સ્વજનનો ગુમાવ્યાં તો કેટલાક લોકો એવા પણ છે કે, જેની સ્થિતિ આ વાયરસના કારણે ન ઘરના કે ન ઘાટના જેવી થઇ છે. તેવો તેમના પરિવારથી દૂર ચાર પાંચ મહિનાથી અન્ય જગ્યાએ ફસાઇ ગયા છે.

આવું જ કંઇ મનિલા એરપોર્ટ પર રહેનાર શખ્સ સાથે પણ કંઇક આવું જ થયું. આ શખ્સ છેલ્લા 120 દિવસથી એરપોર્ટ પર રહેવા મજબુર છે. કોરોનાના કારણે તેમના એસ્ટોનિયા દેશની ફ્લાઇટ રદ્દ થતાં પરત જઇ શક્તો નથી. તેમણે તેમની સ્થિતિ લોકો સાથે શેર કરીને મદદ માંગી છે. જેથી તે તેમના ઘરે જઇ શકે.

આ ઘટના બેંકકોકની છે. અહીં ફસાયેલા ટૂરિસ્ટે તેમની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ શખ્સ ગત 20 માર્ચથી મનિલા એરપોર્ટ પર ફસાયેલો છે. આ શખ્સનું નામ રોમન ટ્રોફિવ છે. આ શખ્સ મનિલા એરપોર્ટ પર ફસાયેલો છે. આ શખ્સ 20 માર્ચે બેંકકોક પહોંચ્યો હતો. જો કે આ દેશમાં પણ તેમની એન્ટ્રી ન થઇ શકી કે ન તો તે ફરી એસ્ટોનિયા તેમના દેશ પરત ફરી શકે છે. જે દિવસે આ શખ્સ અહીં પહોંચ્યો ફિલિપાઇન્સે તે દિવસથી જ વિઝા એન્ટ્રી રોકી દીધી હતી.

હવે હાલ એ ના તો તે તેમના સ્વદેશ પરત ફરી શકે છે કે ના તો તેમને આ દેશમાં એન્ટ્રી મળી રહી છે. તેમના ઘર એસ્ટોનિયા જવા માટે બધી જ ફ્લાઇટ્સ રદ છે. આ સ્થિતિમાં તે 120 દિવસથી મનિલા એરપોર્ટ પર ફસાયો છે. શખ્સ એરપોર્ટ પર રહેવા મજબુર છે. તેમણે તસવીરમાં શેર કર્યું છે કે કેવી રીતે તે એરપોર્ટ પર સૂવે છે અને ખાવા માટે તે સ્ટાફ પર નિર્ભર છે.

તેમણે મદદ માટે માંગણી કરી છે. હાલ તેમને ન તો એરપોર્ટથી બહાર જવા દેવામાં આવે છે કે ન તો તે પરત તેમના ઘરે જઇ શકે છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટો શેર થયા બાદ કેટલાક લોકોએ મનિલા સરકારને મદદ માટે અપીલ કરી છે. લોકોએ સરકારને અપીલ કરતા જણાવ્યું કે,. એમને દેશમાં એન્ટ્રી અપાઇ અથવા તો તેમના ઘર એસ્ટોનિયા જવા દેવા માટે વ્યવસ્થા કરવામાં આવે.

આ શખ્સની સ્ટોરી સાંભળ્યા બાદ લોકોને ઇરાની રિફ્યૂજી મેહરાનની કરીમીની યાદ આવી ગઇ છે. રિફ્યૂજી મેહરાન 1988 થી 2006 સુધી એરપોર્ટ પર ફસાયેલો રહ્યો હતો. તેમની જિંદગી પર એક ફિલ્મ પણ બની છે.

You cannot copy content of this page