Only Gujarat

Bollywood FEATURED

EDની ઓફિસમાંથી બહાર નીકળ્યો રિયા ચક્રવર્તીનો ભાઈ, કેમ ઉઠી રહ્યાં છે અનેક સવાલો?

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની મુંબઈની ઇડી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. રિયા તેના ભાઈ શોવિક સાથે ઇડી ઓફિસ પહોંચી હતી, જે હવે ઘરે જવા નીકળી ગઈ છે. અહીં શોવિકની પણ પૂછપરછ કરવામાં આવી છે.

ઇડીની ઓફિસની બહારથી જ શોવિકના ફોટા સામે આવ્યા છે. અહીં તમે તેને મરુન ટી-શર્ટ અને જીન્સ પહેરેલો અને માસ્ક પહેરેલો જોઈ શકો છો, પોલીસકર્મીઓ સાથે બહાર આવતાં જોઈ શકો છો. ત્યાં 2 કલાકથી વધુ સમય ગાળ્યા બાદ શોવિકને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું.

રિયાના પિતા પણ ઇડી ઓફિસમાં હાજર છે. રિયા સાથે સીએ અને સુશાંતના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી પણ ઇડી ઓફિસમાં હાજર હતા. અહીં રિયા પર સુશાંત સિંહના ખાતામાંથી 15 કરોડ કાઢવાના આરોપ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. સુશાંતના પિતાએ રિયા પર આ આરોપો લગાવ્યા છે.

જણાવી દઈએકે, રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીની સુશાંત સિંહ રાજપૂત સાથે સારી મિત્રતા હતી. બંને એક સાથે સમય પસાર કરતા હતા અને પાર્ટી પણ કરતા હતા.

આ સિવાય શોવિક, સુશાંત અને રિયાની ત્રણ કંપની સાથે પણ સંકળાયેલો હતો. ત્રણેય સ્ટાર્ટ-અપ કંપનીઓ હતી. તેમાંથી એક છે વિવડ્રાજ રિયાલિટી એક્સ પ્રાઈવેટ લિમિટેડ, જેની સ્થાપના સપ્ટેમ્બર 2019 માં થઈ હતી. આ સિવાય ફ્રન્ટ ઈન્ડિયા ફોર વર્લ્ડ ફાઉન્ડેશન નામની એક કંપની પણ છે. જ્યારે, Innsaei Ventures નામની પહેલી કંપની મે 2018 માં શરૂ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર રિયા અને તેના ભાઇ શોવિકે સપ્ટેમ્બર 2019 થી જાન્યુઆરી 2020 ની વચ્ચે 2 કંપની શરૂ કરી હતી. કંપનીની રચના થયા બાદ આજદિન સુધી આ કંપનીઓમાં પૈસાની લેવડદેવડ થઈ નથી. ઇડીની ટીમ એ શોધવા માટે પ્રયાસ કરી રહી છે કે શું આ બંને કંપનીઓને શેલ અથવા પ્રોક્સી કંપનીના હેતુથી ખોલવામાં આવી હતી?

રિયા ચક્રવર્તી ઉપર આરોપ છે કે સુશાંત સિંહ રાજપૂતના પૈસા પર તેની અને તેના પરિવારની નજર હતી. સુશાંતના પિતા કે.કે.સિંઘે બિહાર પોલીસમાં દાખલ કરાવેલા એફઆઈઆરમાં આ આરોપ મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે રિયા અને તેનો પરિવાર ઘણા સમયથી ગુમ હતો. જોકે, મુંબઈ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે ગુમ નથી. બિહાર પોલીસની તપાસ દરમિયાન રિયા આગળ આવી નહોતી.

મુંબઈ પોલીસને નિવેદન નોંધાવ્યા પછી આ તેમનો પહેલી પબ્લિક અપીયરન્સ છે. સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન, 2020 ના રોજ મુંબઇમાં અવસાન થયું હતું. તેણે તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઇ લીધો હતો.

મુંબઈ પોલીસ બોલિવૂડ સ્ટાર્સ, સુશાંતના પરિવાર અને સુશાંત કેસમાં પ્રોફેશનલ સ્ટાફની પૂછપરછ કરી રહી હતી.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page