Only Gujarat

Bollywood

સલમાન ખાનની એક્સ ભાભી મલાઈકાની હોટનેસ પરથી નજર નહીં હટાવી શકો

મુંબઈ: બોલિવૂડ સ્ટાર મલાઈકા અરોરા અને શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર તેમના ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. મલાઈકા અરોરા દર વખતની જેમ આ વખતે પણ વર્કઆઉટ માટે જીમ જવા નીકળી હતી. તે જ દરમિયાન મીરા કપૂર જોવા મળી હતી ત્યારે પાપારાઝી પોતાના કેમેરામાં તસવીરો ક્લિક કરી હતી. મલાઈકા અને મીરાની તસવીરો હાલ સોશિલ મીડિયામાં વાયરલ થઈ હતી.

ફોટામાં જોઈ શકાય છે કે, આ સમય દરમિયાન મલાઈકા અરોરા ફિટ વર્કઆઉટ આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં તેના કર્વ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. મલાઈકાનાં હાથમાં પાણીની બોટલ પણ દેખાઈ રહી છે. વાત કરીએ મીરા કપુરની તો તે આ દરમિયાન બ્લેક આઉટફીટ્સમાં સિંપલ લુકમાં જોવા મળી હતી. ફેન્સને મીરા કપૂર કરતાં વધારે મલાઈકાનો લુક પસંદ આવ્યો હતો.

ફોટામાં જોઈ શકાય છે કે, કેવી રીતે મલાઈકાએ સ્ટાઈલિસ્ટ સનગ્લાસિસ કેરી કર્યાં છે. જોકે મીરા કપૂર પણ પોતાની ફિટનેસ અને ફેશન સ્ટેટમેન્ટ્સને લઈને ઘણી ચર્ચામાં રહે છે.

મીરા આ દરમિયાન ફોન ઉપર વાત કરતી જોવા મળી હતી. આ સાથે જ સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર પણ મુંબઈમાં સ્પોટ થઈ હતી. શનાયા ટ્રેડિશનલ લુકમાં દેખાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, અનન્યા, સારા અને જ્હાનવી કપૂર બાદ શનાયા પણ તેના ડેબ્યૂને લઈને ઘણી ચર્ચામાં છે. જોકે, તેને લઈને કોઈ પણ ઓફિશિયલ અનાઉન્સમેંટ કરવામાં આવી નથી.

મલાઈકા તેની ફિટનેસ અને ફેશનને લઈને લોકોની વચ્ચે ઘણી ફેમસ છે. ટ્રેંડી મલાઈકાને જીમમાં પાપારાઝીઓ ફોલો કરે છે. મલાઈકાની પોપ્યુલારિટી એટલી છે કે, મલાઈકા જ્યાં જાય છે ત્યાં ફેન્સ તેને ફોલો કરે છે અને તેના અપડેટ્સ મેળવે છે. મલાઈકાને કારણ વગર જ ટ્રોલ કરનારાઓને તેના ફેન્સ ઘણીવાર જવાબ આપતાં હોય છે. આ વખતે પણ કંઈક એવું જ થયું છે.

મલાઈકાનાં ફેન્સે એક્ટ્રેસનો બચાવ કરતાં લખ્યું છે કે, કંઈ દુનિયામાં જીવી રહ્યા છો તમે ટ્રોલર્સ, આ મલાઈકાની લાઈફ છે, એ ગમે તેમ જીવે, કીપ ઈટ અપ મલાઈકા.

એક ફેન્સનું કહેવું છે કે, મલાઈકાની જેમ એક દિવસ તો બનીને જુઓ, ખબર પડશે, કેટલું સરળ છે, કોઈના પણ માટે ખોટું કહેવું. તો કોઈએ કહ્યું કે, તમે લોકો મલાઈકાનાં પેજ પર શું કરી રહ્યા છો જો તમે તેને હેટ કરો છો તો?

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page